બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:20 PM, 5 August 2024
હિંસાના આગમાં સળગતા બાંગ્લાદેશની પરિસ્થિતિ નોંધપાત્ર રીતે બગડેલી છે. પરિણામ એ છે કે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે અને હવે ત્યાંની સેના વચગાળાની સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. જો આર્મી સરકાર બનાવે છે, તો તેના દેશનો આદેશ સૈન્યના હાથમાં આવશે. શેખ હસીનાના રાજીનામા પછી, આર્મી ચીફ વકાર ઉજને પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓની માંગણીઓ પૂર્ણ કરવાની વાત કરી છે અને એમ પણ કહ્યું છે કે તમે અમારી સાથે ચાલશો, તો અમે પરિસ્થિતિ બદલીશું. મારપીટ અરાજકતા સંઘર્ષથી દૂર રહો. ઉપરાંત આર્મી વડાએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવશે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી જો સૈન્ય શાસન લાગે તો આર્મી ચીફ પાસે આખા દેશની કમાન હશે. વકાર ઉજ જમાન બાગ્લાદેશના આર્મી ચીફ છે. આવી સ્થિતિમાં તમે તેમનાથી સંબંધિત કેટલીક મહત્વની વાતો જાણો...
Shiekh Hasina resigns as Bangladesh PM, interim government to take charge, says Army Chief
— ANI Digital (@ani_digital) August 5, 2024
Read @ANI Story | https://t.co/pX5n7wF3h6#SheikhHasina #Bangladesh #protest pic.twitter.com/4xHWKCjvNb
ADVERTISEMENT
કોણ છે વકાર ઉજ જમાન?
લેફ્ટનન્ટ જનરલ વકારઉજ જમાનને તાજેતરમાં પ્રમોશન આપી આર્મી જનરલ બનાવાયા છે. તેઓ 11 જૂન 2024 ના આર્મી સ્ટાફના ચીફ તરીકે ચૂંટાયા હતા અને 23 જૂન 2024 ના રોજ પદ સંભાળ્યું હતું. તેમને 23 જૂનથી આગામી ત્રણ વર્ષ માટે આર્મી ચીફ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તે 1 જાન્યુઆરી 2024 થી જનરલ સ્ટાફના ચીફ રહ્યા છે.
તેણે જનરલ એસ.એમ. સૈફુદ્દીન અહેમદની જગ્યા લીધી છે. વર્ષ 1985 માં તેમને ઇન્ફન્ટ્રી કોર્પ્સના અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આર્મી ચીફ બન્યા ત્યાં સુધી અનેક હોદ્દાઓ પર સેવા આપી છે. આ પહેલા તેઓ ઇનફૈટ્રી બટાલિયન અને ઇફૈટ્રી ડિવિઝનની કમાન સંભાળી ચુક્યા છે. તે બાંગ્લાદેશ સંરક્ષણ સેવાઓ કમાન્ડ અને સ્ટાફ કોલેજ અને યુનાઇટેડ કિંગડમ જોઇન્ટ સર્વિસીસ કમાન્ડ અને સ્ટાફ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે.
તેઓ આર્મીના મુખ્ય મથકમાં લશ્કરી સચિવ પણ રહ્યા છે. તેઓએ સારાહનાઝ કમલિકા ઝમન સાથે મેરેજ કર્યા છે અને તેની બે પુત્રીઓ સામિહા રાયસા ઝમન અને શાયરા ઇબનાટ ઝમાન છે.
વધું વાંચોઃ VIDEO : ઢાકાથી ભાગીને ભારત આવ્યાં બાંગ્લાદેશના PM શેખ હસીના, હવે અહીંયા જવા રવાના
આ પ્રથમ વખત નથી
તમને જણાવી દઇએ કે આવુ પહેલી વાર નથીી. વર્ષ 1975 માં આર્મીએ તખ્તાપલટો કર્યો હતો. તે સમયે આર્મીએ મુજીબ સરકારને ઉથલાવી દીધી હતી અને તે પછી સેનાએ 15 વર્ષ સુધી દેશ પર શાસન કરવાનું ચાલુ રાખ્યું હતું. બાંગ્લાદેશની સૈન્ય 145 દેશોમાંથી વિશ્વની 37 મી સૌથી શક્તિશાળી સૈન્ય છે. આર્મી પાસે લગભગ 175,000 સક્રિય સૈનિકો છે અને સરકાર સંરક્ષણ પર 3.8 અબજ ખર્ચ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.