બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 02:52 PM, 8 April 2020
ADVERTISEMENT
એન્થની સ્ટીફન ફાઉચી અમેરિકી ફિઝિશ્યન અને ઈમ્યૂનોલોજિસ્ટ એટલે કે પ્રતિરક્ષા વિજ્ઞાની છે તેમનો જન્મ 24 ડિસેમ્બર 1940માં થયો હતો. ડૉ. એન્થોનીએ વર્ષ 1984માં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી અને ઈંફેક્શિયસ ડિસિઝના નિર્દેશકના રૂપમાં કામ કર્યું છે. જાન્યુઆરી 2020થી તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકામાં 2019-20 કોરોના વાયરસ મહામારીથી સંબોધિત કરનારા વ્હાઈટ હાઉસ કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના પ્રમુખ સભ્ય રહ્યા છે.
ADVERTISEMENT
કોરોનાને લઈને ફાઉચીએ આપ્યું આ નિવેદન
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. ફાઉચીએ કહ્યું કે કોરોના વાયરસ ફેલાતા પહેલાં અમેરિકા જે સ્થિતિમાં હતું ત્યાં ફરી ક્યારેય પહોંચી શકશે નહીં. આ મહામારીનો કોઈ અસરદાર સારવાર કે વેક્સીન મળી નથી. મીડિયા સાથે વાતચીત કરતાં તેઓએ પૂછ્યું કે શું કોઈ વેક્સીન વિના કે સારવાર વિના દેશની સ્થિતિ સામાન્ય થઈ શકે છે.. આ વિશે ડૉ. ફાઉચીએ કહ્યું કે જો બધું સામાન્ય થવાનો અર્થ છે કે ક્યારેય કોરોના વાયરસ જેવી મહામારી આવી નથી. મને લાગતું નથી કે એવું ક્યાં સુધી શક્ય બનશે કે જ્યારે આપણે તેને સંપૂર્ણ રીતે બચાવી શકવા સમર્થ ન બનીએ.
સંક્રામક રોગોના વિશેષજ્ઞ છે ડૉ. એન્થની
અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાની સાથે એક ચિકિત્સના રૂપમાં 50 વર્ષોમાં અલગ ક્ષમતાઓમાં સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા આપી છે. તેઓએ એનઆઈએચમાં એઆઈડીના પ્રમુખ અને એક વૈજ્ઞાનિકના રૂપમાં એચઆઈવી અનુસંધાન અને અન્ય ઈમ્યુનોડેફિશિન્સીમાં યોગદાન આપ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના ડો. એન્થોનીને સંક્રામક રોગો પર દેશના પ્રમુખ વિશેષજ્ઞ માનવામાં આવે છે.
હાલની સ્થિતિ છે ખૂબ જ ખરાબઃ ડૉ. ફાઉચી
ડૉ. ફાઉચીએ કહ્યું કે આપણે જે ચીજોના સામાન્ય થવાની વાત કરીએ છીએ તેની સ્થિતિ અલગ હોય છે. તેનાથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હાલમાં આપણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છીએ. કોરોના વાયરસને કોઈ પણ વેકસીન કે અસરકારક સારવાર વિના સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય નહીં.
ડૉ. એન્થોનીના પિતા હતા ફાર્માસિસ્ટ
ડૉ. એન્થોનીના પિતા એક ફાર્માસિસ્ટ હતા. ત્યારથી જ તેમને પણ દવાઓમાં રસ જાગ્યો. એન્થોનીની વાત કરીએ તો તેઓ અનેક મહત્વના અવલોકનો કરી ચૂક્યા છે અને જે માનવ પ્રતિરક્ષા પ્રતિક્રિયાના નિયમનમાં મોટું યોગદાન આપી ચૂક્યા છે. તેઓએ પહેલાં ઘાતક બીમારીઓ જેવી કે પૉલીઆર્થરાઈટિસ નોડોસા, પોલીઓન્ઝાઈટિસની સાથે ગ્રૈનુલોમેટોસિસ અને લિમ્ફોમાટૉઈડ ગ્રૈનુલોમૈટોસિસ ને માટે શોધ વિકસિત કરી.
1985માં ફાઉચીના કામને મળી ઓળખ
વર્ષ 1985માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આર્થરાઈટિસ સેન્ટર ઓફ ધ અમેરિકન રયૂમૈટિઝ્મ એસોસિયેશનના સર્વેક્ષણમાં પોલિોનાઈટિસની સાથે પૉલીટેરાઈટિસ નોડોસા અને ગ્રૈનુલોમૈટોસિસના ઉપચાર પર ડૉ. ફાઉચીના કામને ઓળખ અને રેન્ક મળ્યો. તે છેલ્લા 20 વર્ષોમાં રૂમેટોલોજીમાં રોગી પ્રબંધન પર કામ કરી ચૂક્યા છે. જેની પર તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ જૂન 2014માં શુભેચ્છા પાઠવી.
HIV પર કર્યું આ કામ
ડૉ. ફાઉચીએ એ સમજવામાં યોગદાન આપ્યું કે એચઆઈવી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને કઈ રીતે એઈડ્સની પ્રગતિને નષ્ટ કરે છે. ડૉ. ફાઉચીએ રોગની સાથે રોગીઓના ઉપચાર અને પ્રતિરક્ષા પનર્ગઠનને માટે રણનીતી તૈયાર કરી છે. તેઓએ એચઆઈવી સંક્રમણ રોકવાને માટે એક રસી તૈયાર કરવાનું પણ કામ કર્યં છે. વર્ષ 2003માં ઈન્સ્ટીટ્યૂટ ફોર સાયન્ટિફિક ઈન્ફોર્મેશને કહ્યું કે 1983થી 2002 સુધી ડૉ. ફાઉચી દુનિયાભરના દરેક વિષયોને 2.5થી 3 મિલિયન લેખકોમં સૌથી વધારે લખનારા અને વાંચનારા વૈજ્ઞાનિક હતા. તેઓએ વૈજ્ઞાનિક પત્રિકાઓમાં લેખ પણ પ્રકાશિત કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.