બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કોણ છે અમદાવાદનો સૌથી ધનવાન વ્યક્તિ? એકલા હાથે ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપની
Last Updated: 06:09 PM, 8 August 2024
અબજોપતિઓની બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. દેશના સૌથી અમીર લોકોની યાદીમાં બીજા નંબરે આવનાર વ્યક્તિ અમદાવાદની છે. તેને 2022માં એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ પણ મળ્યો છે. ચાલો આજે તમને જણાવીએ કે ગુજરાતના અમદાવાદમાં સૌથી અમીર કોણ છે? આજે આપણે અદાણી ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર ગૌતમ અદાણી વિશે વાત કરીશું, જેઓ હાલમાં મુકેશ અંબાણી પછી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે.
ADVERTISEMENT
ગૌતમ અદાણીએ ઉભી કરી મલ્ટીનેશનલ કંપની
ADVERTISEMENT
અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીનો એક મોટો દરજ્જો છે અને તેમની કંપનીએ અનેક ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. અદાણી જૂથ ખાણકામ, કુદરતી ગેસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવે છે. અદાણી જૂથનું મૂલ્ય આશરે રૂ. 17 લાખ કરોડ ($213 બિલિયન) છે અને તે ભારતીય અર્થતંત્રમાં, ખાસ કરીને કોલસા સંબંધિત ઉદ્યોગમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
સૌથી અમીર લોકોની યાદીમાં 20 માં નંબરે
ફોર્બ્સની સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી 20માં નંબરે છે. તેમની કુલ નેટવર્થ આશરે રૂ. 7,16,042 કરોડ (લગભગ $85.3 બિલિયન) છે. તેણે મુંબઈથી ડાયમંડ સોર્ટર (હીરા ઝવેરી) તરીકે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. અને પછી અમદાવાદ પાછા આવીને પોતાના ભાઈનો ધંધો સંભાળી લીધો. 1988 માં, તેમણે અદાણી એન્ટરપ્રાઈઝ શરૂ કર્યું જે કાપડ, કૃષિ ઉત્પાદનો અને ધાતુઓનો વેપાર કરે છે.
ગૌતમ અદાણીની ઉપ્લબ્ધીઓ અને અદાણી ગૃપ
1995 માં, અદાણી જૂથે મુંદ્રા પોર્ટનું વિસ્તરણ કર્યું, જે હવે ભારતમાં સૌથી વધુ વિકસિત અને ખાનગી ક્ષેત્રના સૌથી મોટા બંદરોમાંનું એક છે. આ પછી, ગૌતમ અદાણી આંતરરાષ્ટ્રીય સ્તરે ગયા અને 2009 અને 2012 ની વચ્ચે ઓસ્ટ્રેલિયામાં કારમાઈકલ કોલ માઈન અને એબોટ પોઈન્ટ પોર્ટ હસ્તગત કર્યા.
અદાણી ગ્રુપના ભવિષ્યના ઉત્તરઅધિકારી
અદાણી ગ્રૂપના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ગૌતમ અદાણીએ તેમની કંપનીના વારસા વિશે પહેલેથી જ વિચાર્યું છે. તેઓ 2030માં અદાણી ગ્રુપના ચેરમેન પદ પરથી હટી જવા માગે છે. અને આ પછી તેમના પુત્ર અને ભત્રીજા અદાણી ગ્રુપનો હવાલો સંભાળશે. અદાણી હંમેશા ઓર્ગેનિક અને વ્યવસ્થિત સંક્રમણ પર ભાર મૂકે છે જેથી બિઝનેસને અસર ન થાય અને દરેક કામ સરળતાથી થાય.
લક્ઝરી લાઇફસ્ટાઇલ અને રોકાણ
વ્યાપાર સિવાય ગૌતમ અદાણીને મોંધી રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં ઇનવેસ્ટ કર્યુ છે. રાજધાની દિલ્હીમાં તેમણે રૂ.400 કરોડ જેટલી મોંધી પ્રોપર્ટી ખરીદી છે. અમદાવાદમાં તેમનું ઘર શાંતિવન હાઉસ સૌથી આલિશાન ઘરોમાંથી એક છે. તેના સિવાય અદાણી પાસે ઓસ્ટ્રેલિયામાં એબોટ પોઈન્ટ પોર્ટમાં પ્રાઇમ લોકેશન પર મીલકતો આવેલી છે.
વધું વાંચોઃ વિનેશ ફોગાટ હજુય સિલ્વર મેડલ જીતી શકે તેવી શક્યતા, કહાનીમાં વધુ એક ટ્વિસ્ટ બાકી
ગૌતમ અદાણીનું કાર કલેક્શન
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું કાર કલેક્શન ખૂબ જ અદભૂત છે. તેની પાસે ફેરારી કેલિફોર્નિયા અને રોલ્સ રોયસ ઘોસ્ટ જેવી મોંઘી કાર છે. આ સિવાય તેની પાસે ત્રણ પ્રાઈવેટ જેટ પણ છે જેથી તેને મુસાફરી દરમિયાન લક્ઝરી અને સગવડ બંને મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT