MX Player પર આશ્રમ સીરીઝ હિટ સાબિત થઇ છે. બૉબી દેઓલ તેમાં લીડ રોલમાં છે. પરંતુ આ સીરીઝની મુખ્ય વાત એ છે કે આ પાત્રને તેમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળી છે. ચંદન રૉય સાન્યાલ પણ એવા અભિનેતામાંથી એક છે, જેના અભિનયના ખૂબ વખાણ થઇ રહ્યાં છે.
MX Player પર આશ્રમ સીરીઝ હિટ સાબિત થઇ
જાણો કોણ છે ચંદન રોય?
જેને આશ્રમ સીરીઝ દ્વારા મળી છે પ્રસિદ્ધી
ચંદન ભોપા સ્વામીનુ પાત્ર ભજવી રહ્યાં છે
ચંદન સીરીઝમાં ભોપા સ્વામીનુ પાત્ર ભજવી રહ્યાં છે, જે બાબા નિરાલા એટલેકે બૉબી દેઓલની સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે. સીરીઝની ત્રીજી સિઝનમાં પણ ચંદને ભોપા સ્વામીના પાત્રને સારી રીતે નિભાવ્યું છે. બાબા નિરાલાના દરેક ખોટા કામને તેઓ પૂર્ણ કરે છે અને તેમાં સાથ આપે છે. સીરીઝમાં ભોપા સ્વામી બાબા નિરાલાના રાઈટ હેન્ડ છે. પરંતુ તેઓ સીરીઝમાં કોઈ સાઈડ કિકની જેમ નથી. તેના પાત્રની પોતાની લેયર્સ છે, જે દરેક સિઝનમાં ધીરે-ધીરે ખુલી રહ્યું છે અને દર્શકોમાં રોમાંચ ભરી રહ્યો છે.
ચંદન રૉય સાન્યાલ એક ભારતીય અભિનેતા છે, જે હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કરે છે. તે પહેલા અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, પરંતુ હવે ભોપા સ્વામીનુ પાત્ર ભજવીને તેમને ઘરે-ઘરે ઓળખ મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચંદનનો જન્મ 30 જાન્યુઆરી 1980ના રોજ દિલ્હીમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. ચંદને શાળાનુ એજ્યુકેશન બંગાળી સ્કૂલમાંથી લીધુ હતુ અને બાદમાં જાકિર હુસેન કોલેજમાંથી ગણિતમાં ગ્રેજ્યુએશન ઑનર્સ કર્યુ.
જો કે, ચંદન રૉયને જે ઓળખ આશ્રમમાં ભોપા સ્વામીના પાત્રમાંથી મળી, તે અત્યાર સુધી કોઈ પણ રોલમાંથી મળી નથી. આજે તેઓ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ચૂક્યા છે. ટૂંક સમયમાં તેમને આશ્રમની ચોથી સીરીઝમાં દર્શકો જોઇ શકશે.