બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોણ છે આ ક્રિકેટર? જેને માર્યો વર્ષનો સૌથી લાંબો છગ્ગો, ફટકારી એવી સિક્સર કે બોલ દેખાવાનો જ બંધ થઇ ગયો
Last Updated: 12:17 PM, 11 November 2024
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે રમાઇ રહેલી 5 T20 મેચની સીરીઝમાં ઇંગ્લિશ ટીમે 2-0 થી સરસાઇ મેળવી લીધી છે. જેમાં બીજી મેચમાં કેપ્ટન જોસ બટલરે શાનદાર બેટિંગ કરી હતી. મેચની બીજી ઇનિંગમાં બટલર જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે ટીમનો સ્કોર ઝીરો રનમાં એક વિકેટ હતો. પછી જોસ બટલરે પોતાની ધૂંઆધાર બેટિંગથી ઈંગ્લેન્ડની ટીમને વિજય અપાવ્યો હતો.
ADVERTISEMENT
115 METRE SIX 🤯
— Cricket on TNT Sports (@cricketontnt) November 10, 2024
Buttler hits one out of the ground and he is cooking! pic.twitter.com/Dho5NpVKIZ
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી મેચમાં જોસ બટલરે 115 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. જે સિક્સર આ વર્ષની સૌથી લાંબી સિક્સરમાંની એક છે. 9મી ઓવરના ત્રીજા બોલ પર વેસ્ટ ઈન્ડિઝના લેફ્ટ આર્મ સ્પિનર ગુડાકેશ મોતની ઓવરમાં બે સ્ટેપ આગળ જઈને સિક્સર ફટકારી હતી. બટલરે આગળ જઈને બેટ પીચ બોલ બનાવીને શોટ માર્યો હતો. જે બોલ છત પર અથડાઈને સ્ટેડિયમ બહાર જતો રહ્યો હતો.
જોશ બટલરે સીરીઝની બીજી મેચમાં તોફાની બેટિંગ કરી હતી, જેમાં તેને 45 બોલમાં 83 રન ઠોક્યાં હતા. આ ઇનિંગમાં તેને 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ફિલ સોલ્ટ ઇનિંગના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ત્યાર બાદ બટલર ક્રીઝ પર આવ્યો હતો. વિલ જેક્સ અને બટલર વચ્ચે બીજી વિકેટ માટે 72 બોલમાં 129 રનની પાર્ટનરશિપ થઈ હતી. તેમાં જેક્સે 29 બોલમાં 38 રન કર્યા હતા તો બટલરે 43 બોલમાં 83 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચ પણ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટે 158 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રોવમેન પોવેલે 41 બોલમાં 43 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી. તો ઈંગ્લેન્ડની ટીમે 14.5 ઓવરમાં એટલે કે 31 બોલ બાકી હતા ત્યારે જ ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ઈંગ્લેન્ડે 5 મેચની સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ત્રીજી મેચ 14 નવેમ્બરે ડેરેન સેમી સ્ટેડિયમમાં રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે ટૂર્નામેન્ટ
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટું અપડેટ, પાકિસ્તાનની નહીં ચાલે મનમાની, BCCIએ લીધો આકરો નિર્ણય!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.