બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / મોબાઈલ ફોનના વધારે ઉપયોગથી કેન્સરનો ખતરો? WHOએ જણાવ્યું સ્વાથ્ય પર શું અસર
Last Updated: 09:42 PM, 10 September 2024
મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયોફ્રીક્વન્સી તરંગો શું માનવ શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે? 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (WHO) અનુસાર, ફોનના ઉપયોગ અને બ્રેઇન કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી. ઘણી વાર આ પ્રશ્ન ઉઠવામાં આવે છે કે મોબાઈલમાંથી નીકળતી રેડિયોફ્રીક્વન્સી તરંગો માનવ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. પરંતુ હવે WHOએ સ્પષ્ટ કરી દીધું છે કે એવું કંઈ નથી, મોબાઈલનો ઉપયોગ શરીર માટે સંપૂર્ણપણે સલામત છે.
ADVERTISEMENT
WHOએ કેન્સર અને મોબાઈલની કનેક્શન વિશે શું કહ્યું?
WHO અનુસાર, મોબાઈલ ફોનના ઉપયોગ અને મગજના કેન્સર વચ્ચે કોઈ લિંક નથી. રેડિયોફ્રીક્વન્સી તરંગો શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે, અને તેનો વધુ ઉપયોગ શરીર માટે ખતરનાક થઈ શકે છે. પરંતુ આથી કેન્સર જેવી ગંભીર બિમારી થઈ જાય એવા કોઈ પુરાવા મળ્યા નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે મોબાઈલ ફોનના ઉપયોગ અને ગ્લિયોમા તથા લાર ગ્રંથિ ટ્યુમર સહિતના મગજ કે માથાના કેન્સરના વધતા જોખમ વચ્ચે કોઈ સંબંધ નથી.
ADVERTISEMENT
આ રિપોર્ટમાં 5,000થી વધુ રિસર્ચનો સમાવેશ કરવામાં આવ્યો હતો
રિપોર્ટના લેખક કેન કારિપિડિસે ખુલાસો કર્યો, "અમે નિષ્કર્ષ આપ્યો છે કે મોબાઈલ ફોન અને મગજના કેન્સર કે અન્ય માથા અને ગરદનના કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી . ભલે મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે, પરંતુ મગજના ટ્યુમરનો દર સ્થિર રહ્યો છે." ઓસ્ટ્રેલિયન રેડિયેશન પ્રોટેક્શન અને ન્યૂક્લિયર સેફ્ટી એજન્સી (ARPANSA)ના નેતૃત્વ હેઠળ, આ સમીક્ષામાં આ વિષય પર 5,000થી વધુ અભ્યાસોની તપાસ કરી.
આ એક મહત્વપૂર્ણ વિકાસ છે કારણ કે મોબાઈલ ફોન દ્વારા ઉત્સર્જિત રેડિયોફ્રીક્વન્સી તરંગોની માનવ શરીર પર હાનિકારક અસર પર વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. એવામાં આ સમાચાર એવા અબજો લોકો માટે આશ્વાસક હોઈ શકે છે, જે રોજે રોજ તેમના ફોન પર આધાર રાખે છે.
આ પણ વાંચોઃ આ તારીખે સૂર્યનું થશે કન્યામાં ગોચર, એકસાથે 8 રાશિના જાતકોને ઘી-કેળાં થઇ જશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.