બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / who give alrtness about delta veriant

ચેતવણી / વેક્સિન લઈ લીધી હોય તો પણ સાવધાન : WHOએ કહી એવી વાત કે વિશ્વનું વધ્યું ટેન્શન, રાજ્યોમાં અલર્ટ

Last Updated: 06:58 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના ડેલ્ટા વેરિએંટ સામે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા લોકોને વધુ સાવધાની રાખવા ચેતવણી આપવામાં આવી છે. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે, તે લોકો પણ વધારે સાવધાની રાખે તેવું સ્પષ્ટીકરણ પણ WHO દ્વારા કરવામાં આવ્યું છે.

  • ડેલ્ટા વેરિએંટને લઈને WHOની ચેતવણી 
  • વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમણે પણ ચેતવાની જરૂર 
  • માસ્ક ફરજિયાત પહેરવા WHOની સલાહ 

વિશ્વમાં હાલ કોરોનાનો ડેલ્ટા વેરિએંટ ચિતાનો મુદ્દો બન્યો છે. તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી છે, કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમણે પણ માસ્ક પહેરવાનું છોડવું ન જોઈએ. WHOનું કહેવું છે કે ડેલ્ટા વેરિએંટને રોકવા માટે સોશિયલ ડિસટન્સીંગ રાખવું પણ ઘણું જરૂરી છે. 

ડેલ્ટા વેરિએંટ સામે ચેતવણી 

સાથેજ તેમણે એવું પણ કહ્યું ડેલ્ટા વેરિએંટ સામે પહેલા કરતા વધારે સાવધાની રાખીશું તોજ તેને મ્હાત આપી શકીશું. આજ કારણોસર તેમણે માસ્ક અચૂકથી પહેરવાની સલાહ આપી છે. WHOના અધિકારી મારિયાંગેલા સિમાઓએ કીધું કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમણે પોતાને સુરક્ષીત ન સમજવા જોઈએ તેમણે પણ પોતાને ડેલ્ટા વેરિએંટથી બચાવીને રાખવાની સિમાઓએ સલાહ આપી છે. 

માસ્ક અચૂકથી પહેરજો 

પ્રેસ કોન્ફરન્સ વખતે મારિયાગેલા સિમાઓએ કીધું કે જે લોકોએ વેક્સિન લીધી છે તે લોકો સંક્રમણને રોકી શકે તેવું શક્ય નથી. જેથી લોકોએ માસ્ક ફરજિયાક પહેરવું પડશે. તે સિવાય તેમણે કીધું કે હવા વાળી ખુલ્લી જગ્યાએ રહેવું વધારે સારુ છે, પરંતુ ભીડભાડ વાળી જગ્યાઓથી બચીને રહેવું પડશે. 

સંક્રમણ પહેલા કરતા વધારે ફેલાઈ શકશે 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ખાસ તો એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે, કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમણે પણ સાવધાની રાખવી તેટલીજ જરૂરી છે. તેમણે ડેલ્ટા વેરિએંટને વધારે ભયજનક ગણાવ્યો છે. તેમનું કહેવું છે ડેલ્ટા વેરિએંટનું સંક્રમણ પહેલાની તુલનામાં વધારે ઝડપથી ફેલાઈ શકે છે. 

85 દેશમાં જોવા મળ્યો ડેલ્ટા વેરિએંટ 

ઉલ્લેખનીય છે કે વિશ્વમાં મોટા ભાગના લોકોને હજુ સુધી વેક્સિન નથી મળી શકી. જેથી પહેલાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા લોકોને ડેલ્ટા વેરિંએટને લઈને ચેતવણી આપી દેવામાં આવી છે. સૌથી પહેલા ડેલ્ટા વેરિએંટ ભારતમાં જોવા મળ્યો હતો. જોકે હાલમાં આ વેરિએંટ વિશ્વના 85 દેશોમાં ફેલાઈ ગયો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Who dleta variant ચેતવણી વેક્સિન Warning
Ronak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ