Coronavirus / WHOએ કોરોના વાઈરસને ‘ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સી’ જાહેર કરી: ચીનમાં 215નાં મોત

WHO declares Corona virus a 'global health emergency': 3 dead in China

ચીનમાં કોરોના વાઈરસનો કહેર જારી છે. ઘાતક કોરોના વાઈરસના તાંડવથી ચીનમાં અત્યાર સુધીમાં ૨૧૫ લોકોનાં મોત થયાં છે. કોરોના વાઈરસના કેસ સતત સામે આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ એક મોટો નિર્ણય લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ચીનના કોરોના વાઈરસને ‘ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સી’એટલે કે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી દીધી છે. ડબ્લ્યુએચઓની આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમન ઈર્જન્સી કમિટીની બેઠકમાં આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ