who decide date of 15 august as Independence Day of india know history of it
Independence Day 2022 /
કોણે નક્કી કર્યું છે ભારતનો સ્વતંત્રતા દિન 15 ઓગસ્ટ જ હશે? જાણો ઐતિહાસિક મહત્વ
Team VTV02:13 PM, 14 Aug 22
| Updated: 02:16 PM, 14 Aug 22
લગભગ 200 વર્ષ સુધી ભારત પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન રહ્યું હતું. ઘણી ચળવળો અને સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી.
લગભગ 200 વર્ષો સુધી અંગ્રેજોએ ભારત પર રાજ્ય કર્યું
ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન રહ્યું હતું
15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતને આઝાદી મળી
સ્વતંત્રતા દિવસ એ દિવસનો વાર્ષિક ઉત્સવ છે જ્યારે ભારતને અંગ્રેજોના શાસનથી આઝાદી મળી હતી. તે આપણા દેશ માટે એક ઐતિહાસિક દિવસ હતો, કારણ કે ભારતીયોએ આ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે ઘણાં વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે, બલિદાન આપ્યું છે અને તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે, ત્યારે જ ભારતને બ્રિટીશ રાજથી સત્તાવાર સ્વતંત્રતા મળી. દર વર્ષે ભારતીયો આ દિવસને પૂરા ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવે છે. આ દિવસે આપણે તે લડવૈયાને યાદ કરીએ છીએ જેમણે સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરી.
ભારતીય સ્વતંત્રતા દિવસનો ઇતિહાસ
ભારત પર ઘણાં વર્ષો સુધી અંગ્રેજોનું શાસન રહ્યું. લગભગ 200 વર્ષ સુધી ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન રહ્યું. 1700ના દાયકામાં તેઓ એક અંગ્રેજ વેપારી તરીકે ભારતમાં પ્રવેશ્યા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપની પ્લાસીના યુદ્ધમાં જીતી ગઈ અને હિંદ પર પોતાનો કબજો જમાવવા લાગી. 1857માં ભારતે પ્રથમ વખત વિદેશી શાસન સામે માથું ઊંચક્યું અને બળવો કર્યો. તે ભારતીય સૈનિક મંગલ પાંડેની આગેવાની હેઠળનો સિપાહી બળવો હતો જેમાં લગભગ આખો દેશ બ્રિટિશરો સામે એક થયો હતો. કમનસીબે, ભારત હાર્યું અને ભારતીય શાસન અંગ્રેજોના હાથમાં ગયું, જેમણે ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી શાસન કર્યું. જો કે, આ ઘટના પછી, સંપૂર્ણ સ્વતંત્રતા માટેની ચળવળ વધુ મજબૂત બની હતી કારણ કે ભારતીયોએ જોયું કે બ્રિટીશ લોકો ભારતીયો પ્રત્યે કેટલા ક્રૂર છે.
ભારત સ્વતંત્ર થયું
ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા દિવસ નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલીવાર લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ પર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ તિરંગો લહેરાવ્યો હતો.
ભારતીય સ્વતંત્રતા દિવસનું મહત્વ
દર વર્ષે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ, આપણા દેશે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે શું કર્યું અને કોણે બલિદાન આપ્યું તેને યાદ કરીએ છીએ. સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં લાખો ભારતીયોએ ઘણા બલિદાન આપ્યા અને લોહી વહાવ્યું. આઝાદીની ચળવળનું નેતૃત્વ કરનારા નેતાઓને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આદર સાથે યાદ કરવામાં આવે છે. દેશભરમાં આ દિવસે રાષ્ટ્રગાન ગાવામાં આવે છે અને ધ્વજારોહણની વિધિ કરવામાં આવે છે. લોકો તેમના રાષ્ટ્ર અને સંસ્કૃતિની ઉજવણી માટે રાષ્ટ્રીય અથવા સ્થાનિક પોશાક પહેરે છે. પતંગ ચગાવવી એ પણ સ્વતંત્રતા દિવસની પરંપરા છે, જેમાં દરેક ઉંમરના લોકો પતંગ ઉડાવે છે, જે આ દિવસે આપણને મળેલી આઝાદીની ઉજવણી માનવામાં આવે છે.