કોરોના વાયરસ વેક્સીનને લઈને WHOએ પીએમ મોદીના ધન્યવાદ કર્યા છે અને કહ્યું કે તમારા કારણે જ 60 દેશોમાં વેક્સીનેશન શક્ય બન્યું છે.
ગુરુવારે WHOએ પીએમ મોદીના કર્યા વખાણ
તમારા કારણે જ 60 દેશોમાં વેક્સીનેશન શક્ય બન્યું છેઃ WHO
અન્ય દેશોએ તમારી પાસેથી શીખવાની જરૂર છેઃ WHO
કોરોના વાયરસની વેક્સીનને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પીએમ મોદીના વખાણ કર્યા છે. તેઓએ તેમનો આભાર માન્યો છે. WHO પ્રમુખ ટેડ્રોસ એડેહનમ ગ્રેબ્રેયેસસે ગુરુવારે કહ્યું કે કોવેક્સ અને કોરોનાની વેક્સીનના ડોઝને પહોંચાડવામાં તમારી પ્રતિબદ્ધતા 60થી વધુ દેશના સ્વાસ્થ્ય કર્મીઓ અને પ્રાથમિક સમૂહના વેક્સીનેશનને શરૂ કરવામાં મદદ સમાન રહી છે. WHO પ્રમુખે કહ્યું કે અન્ય દેશો આ ઉદાહરણને અનુસરશે.
"Your commitment to COVAX & sharing COVID19 vaccine doses is helping 60 plus countries start vaccinating their healthworkers&other priority groups.Hope other countries will follow your example,"he says
ઉલ્લેખનીય છે કે ભારતે કોરોના વાયરસની વિરુદ્ધમાં એકતા દેખાડવાની સાથે દુનિયાના અન્ય દેશને મદદ અને કોર્મશિયલ સપ્લાયના આધારે અત્યાર સુધીમાં કોરોનાની વેક્સીનના 361.91 લાખ ડોઝ પહોંચાડ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે કહ્યું કે અનેક દેશોને કોરોનાની વેક્સીનના 67.5 લાખ ડોઝ અનુદાન સહાયતાના રૂપમાં અપાયા છે. જેમાં કોર્મશિયલ સપ્લાયના રૂપમાં 294.44 લાખ ડોઝ મળ્યા છે.
ભારતમાં 2 વેક્સીનને મળી ચૂકી છે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
ભારતમાં હાલમાં 2 વેક્સીન છે જેને ઈમરજન્સી માટેની મંજૂરી મળી છે. સરકારની તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સીન અભિયાન પણ ચાલી રહ્યું છે. સરકાર જે 2 વેક્સીનને મંજૂરી આપી ચૂકી છે તેમાં એક સ્વદેશી વેક્સીન કોવેક્સીન સામેલ છે. આ વેક્સીનને ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)વિકસિત કરી છે.
WHOએ પીએમ મોદીના કર્યા વખાણ
કોરોના વાયરસની વેક્સીનને લઈને WHOએ પીએમ મોદીના વખાણ કરતાં તેમનો આભાર પણ માન્યો છે. WHO પ્રમુખે કહ્યું કે કોવેક્સ અને કોરોનાની વેક્સીનને પહોંચાડવામાં તમારી પ્રતિબદ્ધતાથી 60 દેશના સ્વાસ્થ્ય કર્મીઓ અને પ્રાથમિક સમૂહનું વેક્સીનેશન કરવામાં મદદ મળી રહી છે. WHO પ્રમુખે વધુમાં કહ્યું છે કે અન્ય દેશ પણ તમારા આ ઉદાહરણને અનુસરશે.
કોરોના રોકવા માટે ભારતના કર્યા વખાણ
આ પહેલા પણ WHOએ કોરોના વાયરસની બીમારીને ફેલાતી અટકાવવાના પ્રયાસોને લઈને ભારતના વખાણ કર્યા હતા. WHOની તરફથી કહેવાયું કે દેશમાં સંક્રમણની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. WHOના ભારત પ્રતિનિધિ રોડેરિકો ઑફ્રીને કહ્યું હતું કે 3 મહિનાથી વધારે સમયથી ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે જનસંખ્યાના બચાવને લાઈને આ એવું છે જેની પર ભારતને ગર્વ થશે. વેક્સીનેશન અભિયાનની પ્રતિક્રિયામાં તેમના પરિશ્રમ, અનુશાસન અને જોશને જોયો છે તે સફળ રહ્યો છે. 22 દિવસમાં લગભગ 6 મિલિયન ડોઝ લગાવવામાં આવ્યા છે. વેક્સીનેશનની આ પ્રોસેસ ખૂબ જ ઝડપી છે.