WHOની પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારે કહ્યું કે દુનિયાના દેશોને નહી ગભરાવવા અને રસીકરણ કાર્યક્રમ તથા સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોને મજબૂત કરવાનો આગ્રહ કર્યો છે.
કોરોનાના નવા સ્વરુપ B.1.1.529થી દુનિયાની ચિંતા વધી છે આ દરમિયાન WHOની પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારે કહ્યું છે કે કોરોનાના વિકાસ પર WHOનાના ટેક્નીકલ સલાહકાર ગ્રુપે સ્થિતિની સમીક્ષા કરવા અને સંસ્કરણના સંબંધમાં આગળનું અધ્યયન કરવા માટે શુક્રવારે એક બેઠક આયોજિત કરી. આ સાથે તેમણે દુનિયાના દેશોને નહી ગભરાવવા અને રસીકરણ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રીત કરવા સાથે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોને મજબૂત કરવાનો આગ્રહ કર્યો છે.
વાયરસના નવા સ્વરુપોની સંખ્યા વધી શકે છે- સૌમ્યા
આ સાથે જ સ્વામીનાથને કહ્યું કે નવા સ્વરુપથી સતર્ક રહેવા, આ અંગે વૈજ્ઞાનિકોને સાંભળવા અને આનાથી ન ગભરાવા કહ્યું છે. આ નવા સ્વરુપના સામે આવ્યા બાદ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે છે કે વાયરસના નવા સ્વરુપોની સંખ્યા વધી શકે છે જે રસીના પ્રત્યે વધારે પ્રતિરોધી થઈ શકે છે અને તેનો પ્રસારનો દર હજું વધારે થઈ શકે છે. તથા કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન વિશેષજ્ઞોનું કહેવું છે કે આની કોરોના રસી પર પડનારી અસર અંગે અનેક અઠવાડિયા સુધી ખબર નહીં પડી શકે.
સૌથી વધારે જનસંખ્યા વાળા પ્રાંત ગૌતેંગમાં મહામારીમાં વૃધ્ધિ થઈ
WHOનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે સંયુક્ત સ્વાસ્થ્ય એજન્સીના પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમેયરે કહ્યુ કે,‘WHOની ભલામણ છે કે પ્રવાસના ઉપાયોને લાગૂ કરતા સમયે દેશમાં જોખમ આધારિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લાગૂ કરવાનું જારી રાખે.
આ સ્વરુપ અંગે દક્ષિણ આફ્રીકન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દેશમાં સૌથી વધારે જનસંખ્યા વાળા પ્રાંત ગૌતેંગમાં મહામારીના મામલામાં હાલમાં વૃધ્ધિ માટે આ ઉત્પરિવર્તિત સ્વરુપ જવાબદાર થઈ શકે છે. એ સ્પષ્ટ નથી કે નવો સ્વરુપ વાસ્તવમાં ક્યાથી આવ્યો છે. પરંતુ પહેલી વાર દ. આફ્રિકાના વૈજ્ઞાનિકોએ આને શોધ્યો અને હોંગકોંગ તથા બોત્સવાનાના પ્રવાસીઓમાં પણ આ સંક્રમણ જોવા મળ્યું છે.