બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM આવાસ યોજનામાં કોણ અરજી કરી શકે? જાણો સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી સાથે ઓનલાઈન પ્રોસેસ

તમારા કામનું / PM આવાસ યોજનામાં કોણ અરજી કરી શકે? જાણો સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી સાથે ઓનલાઈન પ્રોસેસ

Last Updated: 11:13 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવા માટેની પાત્રતાના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.

Pradhan Mantri Awas Yojana Apply Online 2024: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવા માટેની પાત્રતાના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ અરજદારની ઉંમર 70 વર્ષથી ઓછી હોવી જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ભારત સરકારની એક યોજના છે. તેના દ્વારા શહેરો અને ગામડાઓમાં રહેતા ગરીબ અથવા આર્થિક રીતે નબળા લોકોને તેમની ખરીદ શક્તિ મુજબ મકાનો આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે 9 રાજ્યોમાં 305 શહેરો અને નગરોની ઓળખ કરી છે. આ યોજના હેઠળ સરકાર દેશના એવા લોકોને આર્થિક મદદ કરે છે જેમની પાસે ઘર બનાવવા માટે પોતાનું ઘર નથી.

pm-awas-yojna

પીએમ મોદીએ 25 જૂન 2015ના રોજ શરૂઆત કરી હતી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારતના તમામ બેઘર નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા આવાસ એટલે કે મકાનો આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જૂન 2015ના પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ધ્યેય એ હતો કે ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવાર પાસે વર્ષ 2023 સુધીમાં પોતાનું ઘર હોવું જોઈએ જેથી તેમને ભાડા પર ઘર ન લેવું પડે. સરકારનો દાવો છે કે આ લક્ષ્ય લગભગ હાંસલ થઈ ગયું છે.

પીએમ આવાસ યોજના હેઠળ કોણ અરજી કરી શકે છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવા માટેની પાત્રતાના માપદંડો ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ અરજદારની ઉંમર 70 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદાર કે તેના પરિવારના કોઈ સભ્યના નામે કોઈ મકાન કે ફ્લેટ ન હોવો જોઈએ. અરજદારે મકાન ખરીદવા માટે કોઈપણ પ્રકારની સરકારી છૂટ લીધેલી ના હોવી જોઈએ, મકાનની માલિકી કાં તો મહિલાના નામે હોવી જોઈએ અથવા એ પરિવારમાં માત્ર પુરૂષો હોવા જોઈએ.

Website_Ad_1200_1200_color_option.width-800

આ સિવાય અરજદારના પરિવારની મહત્તમ વાર્ષિક આવક 18 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ માટે અરજદારને આર્થિક રીતે ચાર અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં આર્થિક રીતે નબળા વિભાગ (EWS)નો સમાવેશ થાય છે - જેની વાર્ષિક કુલ આવક રૂ. 3 લાખથી ઓછી છે. નિમ્ન આવક જૂથ (LIG) - વાર્ષિક રૂ. 3 લાખથી રૂ. 6 લાખ, મધ્યમ આવક જૂથ-1 (MIG-I) – વાર્ષિક રૂ. 6 લાખથી રૂ. 12 લાખ અને મધ્યમ આવક જૂથ-2 (MIG-II) – રૂ. 12 લાખથી રૂ. 18 લાખની વાર્ષિક આવક ધરાવતા જૂથોનો સમાવેશ થાય છે. જો કે, મકાનના સમારકામ અથવા સુધારણા માટે સરકારી મદદ ફક્ત EWS અથવા LIG કેટેગરીને જ ઉપલબ્ધ છે.

PMAY હેઠળ નાણાકીય મદદ મેળવવાની સરળ રીત કઈ છે?

PMAY માટે નવા અરજદારો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અધિકૃત વેબસાઇટ pmaymis.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

- પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર Citizen Assessment મેનૂ હેઠળ "“Benefit under other 3 components" વિકલ્પ પસંદ કરો.

- તમારો 12 અંકનો આધાર નંબર અને નામ દાખલ કરો.

- આધાર નંબરની ચકાસણી પછી ખુલે છે તે PMAY એપ્લિકેશન પેજ પર, તમારી વ્યક્તિગત માહિતી, આવક અને બેંક સ્ટેટમેન્ટ જેવી જરૂરી માહિતી દાખલ કરો.

- I am aware of… ચેકબોક્સ પર ટીક કરીને કેપ્ચા દાખલ કરો અને Save બટન પર ક્લિક કરો.

- આ પછી સિસ્ટમ જનરેટ કરેલ એપ્લિકેશન નંબરને સાચવો જે આગામી સમયમાં જરૂર પડશે

- ભરેલા PMAY અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

વધુ વાંચોઃ મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયાર, બસ એક વાતની રાહ, FMનો સંકેત

- આ પછી તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા નાણાકીય સંસ્થાઓ/બેંક પર જાઓ અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો.

- આ પછી તમે એસેસમેન્ટ આઈડી અથવા નામ, પિતાનું નામ અને મોબાઈલ નંબર દ્વારા તે જ વેબસાઈટ પર તમારી PMAY અરજીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Awas Yojana Apply Online 2024 utility news PM Awas Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ