બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / WHO asked China to provid Covid 19 data as corona cases are rising

COVID-19 / ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીન WHO પર ભડક્યું તમારી પાસેનો કોરોનાની ઉત્પત્તિનો હિસાબ અમને આપો

Vaidehi

Last Updated: 07:28 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ફરી એક વાર ચીન પાસેથી કોરોનાનો ડેટા માગ્યો છે, જેથી ચીન WHO પર ભડક્યું છે...

  • કોરોનાનાં વધી રહેલા કેસો બાદ WHO એક્શનમાં
  • WHOએ ચીન પાસે કોરોનાનો ડેટા માંગ્યો
  • વાયરસની ઉત્પતિ વિશે ચીને નથી કરી પુષ્ટિ

કોરોના પહેલી વાર દેખાયાનાં ત્રણ વર્ષ પછી પણ મહામારી કેવી રીતે ઉદ્ભવી તે અંગેની ચર્ચા ચાલી રહી છે. જ્યારે પણ આ ચર્ચા થાય છે ત્યારે   પ્રથમ નામ ચીનનું આવે છે. બીજી તરફ ચીનમાં કોરોના બાદ ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. ધીમે-ધીમે તેનું સંક્રમણ વધી રહ્યું છે, આવી સ્થિતિમાં કોવિડ-૧૯ જેવી સ્થિતિ ફરી ન બને તેવી  ચિંતા છે, જેના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ફરી એક વાર ચીન પાસેથી કોરોનાનો ડેટા માગ્યો છે, જેથી ચીન WHO પર ભડક્યું છે

WHOએ ચીન પાસે માંગ્યો ડેટા
WHOના ચીફ ટેડ્રોસ એડહેનોમ ગેબ્રે‌સિયસે જીનિવામાં કહ્યું છે કે ચીન પાસે સંપૂર્ણ ડેટા વિનાની તમામ વાતો માત્ર અટકળો છે. તેમણે કહ્યું કે એટલા માટે જ અમે ચીનને આ અંગે સહયોગ કરવા માટે કહી રહ્યાં છીએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો બીજિંગ ગુમ થયેલ ડેટા આપે છે તો અમને ખબર પડશે કે શું થયું અથવા કોવિડ કેવી રીતે શરૂ થયો.

વાયરસની ઉત્પતિ પ્રાણીઓમાંથી થઈ છે?
મીડિયા રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો હતો કે કોરોના વાઈરસની ઉત્પત્તિ પ્રાણીઓમાંથી થઈ છે. વુહાન માર્કેટમાંથી ભેગી કરવામાં આવેલી આનુવંશિક સામગ્રી રેકૂન ડોગના DNA સાથે મેળ ખાય છે. આ અહેવાલ માઈકલ વર્બે, ક્રિશ્ચિયન એન્ડરસન અને એડવર્ડ હોમ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

એક મહિના પહેલા અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટે એક રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરી હતી કે કોરોના વાઈરસ ચીનની લેબમાંથી પેદા થયો હોઈ શકે છે, જોકે ચીને ક્યારેય આ વાતની પુષ્ટિ કરી નથી. યુએસ એનર્જી ડિપાર્ટમેન્ટનો આ રિપોર્ટ મહત્ત્વનો છે, કારણ કે તેમની પાસે વૈજ્ઞાનિક નિષ્ણાતો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

covid 19 data કોરોના ચીન ડેટા COVID-19
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ