બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / who are the pasmanda muslims, the group that bjp wants to reach out

VTV Special / કોણ છે પસમાંદા મુસ્લિમો? જેમને 2024માં પોતાની તરફ કરવા PM મોદીએ ભાજપને આપ્યો ટાસ્ક

Parth

Last Updated: 05:24 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોણ છે પસમાંદા મુસ્લિમો? જેમને પોતાના તરફ કરવા માટે PM મોદીએ ભાજપના તમામ કાર્યકરોને ટાસ્ક આપ્યો છે, ભાજપ તેમના સુધી પહોંચવા સ્પેશ્યલ યાત્રા કાઢશે.

હાલમાં જ હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી યોજવામાં આવી હતી જેમાં પાર્ટીને લઈને ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિ જ એ પ્રકારની રહે છે કે સંગઠનમાં કામ કરી રહેલા કાર્યકરોને હંમેશા ઈલેક્શન મૂડમાં રાખવામાં આવે. હૈદરાબાદની કાર્યકારિણીમાં ભાજપે 2024 લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, દક્ષિણ ભારતમાં ભાજપ પોતાનું ફોકસ વધારશે અને સાથે સાથે એક ખાસ વાત જે સામે આવી રહી છે છે મુસ્લિમ વોટબઁક પર ભાજપની નજર. 

PM મોદીએ ભાજપને આપ્યો ટાસ્ક 
કટ્ટર હિન્દુત્વની છવિ ધરાવતી અને મોટા મોટા ફાયરબ્રાન્ડ નેતા ધરાવતી ભાજપ હવે મુસ્લિમ વોટ બઁક માટે તૈયારી કરે એ વાત ગળે ઉતરે એમ નથી. આગામી સમયમાં હવે ભાજપ એવા વર્ગને પોતાના તરફ લેવા પ્રયત્ન કરશે જેની વસિત મુસ્લિમોમાં 85% છે.  હૈદરબાદની કાર્યકારિણીમાં પીએમ મોદીએ ભાજપના નેતાઓને પસમાંદા મુસ્લિમોનું સમર્થન જીતવા માટે પ્રયાસ કરવાની જરૂર છે, આટલું જ નહીં ભાજપે તો હવે સ્નેહ યાત્રા કાઢવાને લઈને પણ પ્લાન બનાવી લીધો છે. 

મુસ્લિમ સમુદાયની અંદર પણ ઘણા વર્ગ 
ચૂંટણી આવે એટલે મીડિયામાં જ્યારે વિશ્લેષણ થાય ત્યારે જે તે વિધાનસભા અથવા લોકસભા સીટ માટે એવું કહેવામાં આવે છે, આ સીટ પર પટેલોની સંખ્યા આટલી છે, બ્રાહ્મણોની સંખ્યા આટલી છે, રાજપૂતોની સંખ્યા આટલી છે. દેશમાં કેટલી સીટો દલિત બહુમતી વિસ્તારની છે, પણ ક્યારેય સાંભળ્યું કે કઈ બેઠકો પર શેખ, પઠાણ કે સૈયદ જેવી જુદી જુદી કેટેગરીની છે? આમ તો મુસ્લિમ સમુદાયની અંદર ઘણા વર્ગ છે પણ સામાજિક રૂપે મુખ્ય ત્રણ છે; અશરાફ, અજલાફ અને અરજાલ. અશરાફ મુસ્લિમો ઉચ્ચ વર્ગ ગણાય છે જેમાં પઠાણનો સંબંધ અફઘાનિસ્તાન તો સૈયદ કેટેગરીના મુસ્લિમોનો સંબંધ પૈયગમ્બર મોહમ્મદ સાથે છે. આ સિવાય શેખ પણ આ જ કેટેગરીમાં આવે છે.  

અજલાફમાં મુખ્યત્વે કારીગર વર્ગ આવે છે, દરજી, ધોબી, લુહાર, સુથાર, કુંભાર વગેરેનો સમાવેશ થાય છે. અરજાલ મુસ્લિમો સૌથી નીચલા સ્તરના ગણવામાં આવે છે, જે દલિતોએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે તેમનો સમાવેશ પણ અરજાલમાં થાય છે. આમ અજલાફ અને અરજાલ બંને મળીને પસમાંદા જૂથ બનાવે છે, પસમાંદાનો મૂળ અર્થ થાય છે 'જે લોકો પાછળ રહી ગયા છે'. એવા લોકો જેમણે ઈસ્લામ ધર્મ તો અપનાવી લીધો પણ પોતાનો કામ ધંધો બદલ્યો નહીં, જેના કારણે સામાજિક અને આર્થિક સ્થિતિમાં કોઈ બદલાવ થઈ શક્યો નહીં. 

દિલીપ કુમારે ચલાવ્યું હતું આંદોલન 
નોંધનીય છે કે રંગનાથ મિશ્રા, સચ્ચર અને મંડલ સહિત ઘણા આયોગ વર્ગમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયમાં પણ ભેદભાવ છે. અભિનેતા દિલીપ કુમારે હસન કમાલ અને શબ્બીર અન્સારી સાથે મળીને મુસ્લિમોને OBC તરીકે માન્યતા આપવા માટે આંદોલન ચલાવ્યું હતું. 

1980માં મંડલ કમિશને પોતાનો રિપોર્ટ જમા કર્યો અને 1989માં વીપી સિંહની સરકારે તેની ભલામણોને લાગુ કરી નાંખી, જે બાદ OBCને 27 ટકા અનામત મળવાની શરૂઆત થઈ. તે સમયે મુસ્લિમ સબ -ક્લાસ OBC લીસ્ટમાં જોડવામાં આવ્યા અને અત્યારે 79 જાતિઓ એવી છે જેમને OBCનો લાભ મળે છે. 

શરદ પવારે લીધો હતો મોટો નિર્ણય 
વર્ષ 1994માં મહારાષ્ટ્રના તે સમયના CM શરદ પવારે નિર્ણય જાહેર કર્યો હતો જેમાં મુસ્લિમ OBCને હિન્દુ OBCના સમાન જ દરજ્જો આપવાના આદેશ અપાયા, જે બાદ મુસ્લિમો માટે અનામતના રસ્તા ખોલી દેવામાં આવ્યા. 

કોંગ્રેસે 5% અનામતની કરી હતી જાહેરાત 
વર્ષ 2014માં સરકારના અંતિમ સમયમાં કોંગ્રેસ NCP સરકારે મહારાષ્ટ્રમાં મુસ્લિમોમાં 50 વર્ગોને શિક્ષા અને રોજગારમાં 5% અનામતની જાહેરાત કરી દીધી, આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો જે બાદ કોર્ટે માત્ર શિક્ષણ ક્ષેત્રે 5% અનામત આપવાને મંજૂરી આપી, જોકે તે બાદ સરકાર ભાજપની આવી ગઈ અને મામલો અભરાઇએ ચડાવી દેવામાં આવ્યો હતો.     

નોંધનીય છે કે ભાજપની છવિ ભલે કટ્ટર હિન્દુત્વની જ રહે પણ PM મોદી ખુદને વિકાસપુરુષના રૂપમાં પ્રોજેક્ટ કરે છે અને વારંવાર પોતે તમામ ધર્મોને સાથે લઈને ચાલે છે તેવું દર્શાવે છે, ઘણીવાર તેમના ભાષણમાં મુસ્લિમ મહિલાઓને લઈને ઉલ્લેખ થતો હોય છે ત્યારે જોવાનું એ રહે છે કે પસમાંદા મુસ્લિમોને પોતાની તરફ કરવા માટે ભાજપ કેટલા અને કેવા પ્રયાસ કરે છે અને કેટલા સફળ રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ