WHO accepts Bharat Biotech's Covaxin for emergency use listing
મહામારી /
BIG BREAKING : લાંબી પ્રતિક્ષાનો અંત, ભારતની સ્વદેશી કોવેક્સિનને WHOની મળી મંજૂરી, જાણો શું થશે ફાયદો
Team VTV05:39 PM, 03 Nov 21
| Updated: 06:07 PM, 03 Nov 21
ઘણા સમયની પ્રતિક્ષા બાદ આખરે વિશ્વ આરોગ્ય સંગઠન ( WHO)એ ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
ભારતની સ્વદેશી કોવેક્સિનને WHOની મંજૂરી મળી
WHOએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
કોવેક્સિન ભારત બાયોટેકે બનાવી છે
ઘણા સમયની પ્રતિક્ષા બાદ નિર્ણય લેવાયો
કોરોના સામેના જંગમાં ભારતને વધુ એક મોટી સિદ્ધી મળી છે. WHOએ ભારતની સંપૂર્ણપણે સ્વદેશી વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન લેનાર પણ હવે વિદેશમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકશે. ડબલ્યુએચઓની મંજૂરી ભારત અને તેને બનાવનાર કંપની ભારત બાયોટેક માટે મોટી ખુશખબર સમાન છે. ઉલ્લેખનીય છે કે હજુ તો એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિનને મંજૂરી આપી છે એટલે કે કોવેક્સિન લેનાર લોકો ઓસ્ટ્રેલિયા જઈ શકે છે અને તેમને ક્વોરન્ટાઈન પણ નહીં રહેવું પડે.
આજે WHOની ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક યોજાઈ હતી અને તેમાં કોવેક્સિનને મંજૂરી અપાઈ હતી. ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપને કોઈપણ રસીને ઇમરજન્સી યુઝ લાઇસન્સ આપવાનો અધિકાર છે. આ જૂથે અંતિમ વિશ્લેષણ કરવા માટે તેની 26 ઓક્ટોબરની બેઠકમાં ઇન્ડિયા-બાયોટેક પાસેથી વધારાના ડેટા માંગ્યા હતા. જે કોરા ડેટાની માંગ કરવામાં આવી હતી તેમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોના ઇમ્યુનોજેનિક ડેટા નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત લિંગ અનુસાર ડેટા પણ માંગવામાં આવ્યો હતો.
🆕 WHO has granted emergency use listing (EUL) to #COVAXIN® (developed by Bharat Biotech), adding to a growing portfolio of vaccines validated by WHO for the prevention of #COVID19. pic.twitter.com/dp2A1knGtT
WHO એ બે વાર ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન સંબંધિત ડેટા માગ્યા હતા
આ અગાઉ WHOના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ડો.મેરિએન્જેલા સિમાઓએ જિનેવામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'ભારત નિયમિત પણે અને ખૂબ ઝડપથી બાયોટેક ડેટા સોંપી રહ્યું છે. સિમાઓએ જણાવ્યું હતું કે જ્યારે તકનીકી સલાહકાર જૂથ ૨૬ ઓક્ટોબરે ઇયુએલ પર ચર્ચા કરવા માટે મળ્યું ત્યારે તેમણે ભારત બાયોટેક પાસેથી વધારાની સ્પષ્ટતા માંગી હતી.
WHOની મંજૂરીથી શું થશે ફાયદો
ભારત બાયોટેકની કોવેક્સિનને WHOની મંજૂરી બાદ સૌથી મોટો ફાયદો ભારતીય નાગરિકોને થશે. દુનિયાના લગભગ તમામ દેશોમાં ડબલ્યુએચઓની મંજૂરી પ્રાપ્ત વેક્સિનને પોતાની મેળે માન્યતા મળવાનો નિયમ છે. કોવેક્સિનના બન્ને ડોઝ લેનાર નાગરિકો હવે દુનિયાની કોઈ પણ દેશમાં પ્રવાસ કરી શકે છે અને ત્યાં જવા પર તેમણે ક્વોરન્ટાઈન પણ નહીં રહેવું પડે.