બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:16 PM, 23 November 2022
ADVERTISEMENT
નખ આપણા સ્વાસ્થ્યના ઘણા રાઝ ખોલે છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેની અસર નખ પર દેખાવા લાગે છે. બીજી તરફ, નખ પર સફેદ ડાઘ થવાના ઘણા કારણો હોઈ શકે છે.
નખ પર સફેદ ડાઘ થવાનું કારણ સામાન્ય ન હોઈ શકે. તે લ્યુકોનીશિયાના કારણે પણ થઈ શકે છે. લ્યુકોનીશિયા નખમાં ઈજા થવાથી થાય છે. આ દરમિયાન નખને નુકસાન થાય છે અને તેમનો રંગ પણ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે નખ પર સફેદ નિશાન થવાના કારણો શું હોઈ શકે છે?
ADVERTISEMENT
નખ પર સફેદ નિશાનના કારણ
એલર્જીક રિએક્શન
નખ પર સફેદ નિશાન થવા પાછળ પણ એલર્જીક પ્રતિક્રિયા હોઈ શકે છે. તેની પાછળનું કારણ નેલ પોલીશ, ગ્લોસ અથવા નેલ પોલીશ રીમુવર પણ હોઈ શકે છે. જી હા નખ પર સફેદ ડાઘ થવાનું કારણ એલર્જી પણ હોઈ શકે છે. આટલું જ નહીં કૃત્રિમ નખ નખને પણ નુકસાન પહોંચાડે છે.
ફંગલ ઈન્ફેક્શન
ફંગલ ઇન્ફેક્શન નખમાં સફેદ નિશાન થવાનું કારણ બની શકે છે. ઈન્ફેક્શનનો પહેલો સંકેત નખ પર અમુક નાના સફેદ ડાઘા દેખાવવા પણ છે. આટલું જ નહીં જ્યારે ઈન્ફેક્શન વધે છે ત્યારે નખ જાડા અને ડ્રાય થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમારા નખ પર પણ સફેદ નિશાન છે, તો તેને ચોક્કસપણે ડૉક્ટરને બતાવો.
નખમાં ઇજા થવી
ઘણી વખત નખમાં વાગે છે. આ કિસ્સામાં ઇજાના 3 અઠવાડિયા પછી નખમાં સફેદ નિશાનો દેખાઈ શકે છે. તેથી તેને અવગણશો નહીં.
મિનરલ્સની કમી
જ્યારે શરીરમાં મિનરલ્સ અથવા વિટામિન્સની ઉણપ હોય ત્યારે પણ નખ પર સફેદ નિશાન કે ડાઘા દેખાઈ શકે છે. મોટેભાગે આ ઝીંક અને કેલ્શિયમની ઉણપને કારણે હોઈ શકે છે.
સફેદ નિશાનને ઓછા કરવાના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.