બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / US પ્રેસિડન્ટ માટે બનેલું વ્હાઈટ હાઉસ વહેમવાળું, અંદર ફરી રહ્યાં છે ભૂત, મોટી હસ્તીઓએ જોયાં
Last Updated: 06:52 PM, 7 November 2024
આખી દુનિયાનું સૌથી સેફ અને રાજા-મહારાજાના મહેલને પણ 100 ટકાની ટક્કર મારે એવા અત્યંત વૈભવી વ્હાઈટ હાઉસ પણ વહેમવાળું છે અને અમુક રાષ્ટ્રપતિઓએ મર્યા પછી પણ વ્હાઈટ હાઉસ છોડ્યું નથી અને તેઓ ભૂત બનીને આજે પણ ત્યાં ફરી રહ્યાં છે.
ADVERTISEMENT
વ્હાઈટ હાઉસ ભૂતિયું
અમેરિકી પ્રેસિડન્ટ માટેનું સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ભૂતિયું હોવાનું મનાઈ રહ્યું છે કારણ કે જે રાષ્ટ્રપતિની હત્યા થઈ હતી તેનું ભૂત આજે પણ ત્યાં ફરી રહ્યું હોવાનો ઘણા દાવા થયાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત સાથે ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં વાપસી નિશ્ચિત છે. મતલબ કે ટ્રમ્પ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના ભૂત સાથે રહેવા જઈ રહ્યા છે. વાત સાંભળીને ધ્રુજારી આવી ગઈ ને? પણ સાચી છે કારણ કે અમેરિકાના જે રાષ્ટ્રપતિઓની હત્યા થઈ છે તેમના ભૂત આજે પણ વ્હાઈસ હાઉસમાં ફરી રહ્યાં છે અને વ્હાઈટ હાઉસના ઘણા મહેમાનોએ જોયા પણ છે અને તેની સાથે વાત કરી હોવાનો દાવા છે.
ADVERTISEMENT
અબ્રાહમ લિંકનનું ભૂત હજુ પણ વ્હાઇટ હાઉસમાં
અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા અબ્રાહમ લિંકનનું ભૂત હજુ પણ વ્હાઇટ હાઉસમાં રહે છે. 1865માં પ્રમુખ તરીકે અબ્રાહમ લિંકનની હત્યા કરવામાં આવી હતી, પરંતુ દાયકાઓ પછી વ્હાઇટ હાઉસમાં રહેતા લોકોએ તેમના ભૂતને જોયા હોવાનો દાવો કર્યો છે. પ્રથમ ઘટના 1920 ના દાયકામાં બની હતી જ્યારે પ્રમુખ કેલ્વિન કુલિજની પત્ની ગ્રેસ કુલિજે ઓવલ રૂમની બારીમાંથી લિંકનના ભૂતને ડોકિયું કરતા જોયા હતા. આ પછી 1924માં નેધરલેન્ડની રાણી વિલ્હેલ્મિના વ્હાઇટ હાઉસમાં રોકાયાં હતા તે વખતે તેમણે બેડરૂમના દરવાજા પર ટકોરા સાંભળ્યા. દરવાજો ખોલ્યો તો સામે લિંકનનું ભૂત ઊભેલું હતું જેણી ટોપ હેટ અને ફ્રોક કોટ પહેર્યાં હતા, આ જોઈને રાણી બેભાન થઈ ગયાં હતા.
ચર્ચિલે પણ જોયું હતું લિંકનનું ભૂત
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ વડા પ્રધાન રહેલા વિન્સ્ટન ચર્ચિલને પણ લિંકનના ભૂતનો સામનો કરવો પડ્યો હતો. ચર્ચિલ એકવાર વ્હાઇટ હાઉસમાં રોકાયા હતા. જ્યારે તેઓ સ્નાન કરીને સ્યુટમાંથી બહાર આવ્યાં ત્યારે તેમણે બેડરૂમની ફાયરપ્લેસ પાસે લિંકનનું ભૂત જોયું હતું. આ જોઈને સહેજ પણ કર્યાં વગર ચર્ચિલે મુસ્કુરાતાં કહ્યું કે ગુડ ઈવનિંગ મિ. પ્રસિડેન્ટ. એવું લાગે છે કે તમે મને મુશ્કેલીમાં મૂક્યો છે. સાંભળીને લિંકનનું ભૂત હસ્યું પછી ગાયબ થઈ ગયું.
રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને પણ જોયું હતું ભૂત
રોનાલ્ડ રીગન રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમનો કૂતરો રેક્સ પણ વ્હાઇટ હાઉસમાં રહેતો હતો. રેક્સ લિંકનના બેડરૂમના દરવાજે ભસતો રહ્યો અને અંદર જવાની ના પાડતો હતો.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સનનું ભૂત પણ વ્હાઈટ હાઉસમાં
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સનનું ભૂત પણ વ્હાઈટ હાઉસમાં ફરતું હોવાની ચર્ચા છે. ઘણા લોકોએ વ્હાઇટ હાઉસના રોઝ રૂમમાં તેમને હસતા સાંભળ્યા હતા. લિંકનની પત્ની અને ફર્સ્ટ લેડી મેરી ટોડ લિંકને પણ જેક્સનનું ભૂત જોયું હોવાનો દાવો કર્યો હતો. લિંકનના પ્રમુખ બન્યા તેના ઘણા વર્ષો પહેલા 1845માં જેક્સનનું અવસાન થયું હતું. વ્હાઇટ હાઉસમાં બીજું ભૂત રહે છે, જેનું નામ વિલિયમ હેનરી હેરિસન છે. હેરિસન માત્ર 32 દિવસ માટે પ્રમુખ તરીકે સેવા આપી હતી અને 1841માં ન્યુમોનિયાથી તેમનું અવસાન થયું હતું અને તેમનો આત્મા આજે પણ વ્હાઈટ હાઉસમાં કંઈક શોધતો દેખાય છે.
1865ની સાલમાં લિંકનની હત્યા
પૂર્વ અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ફાયરિંગ બાદ અબ્રાહમ લિંકનનો કિસ્સો તાજો થયો છે. 1865ની સાલમાં 14 એપ્રિલે તે વખતના પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની વોશિંગ્ટન ડીસીના ફોર્ડ થિએટરમાં નાટક જોતી વખતે ગોળીબાર કરીને હત્યા કરી દેવાઈ હતી. આ પછી અમેરિકા સહિત વર્લ્ડમાં સનસનાટી મચી હતી. જોગાનુજોગ અબ્રાહમ લિંકનને પોતાનો મોતનો પૂર્વાભાસ થયો હોવાનું પણ જણાવાયું હતું.
લિંકનને આવ્યું હતું હત્યાનું સપનું
લિંકને તેની હત્યાના થોડા દિવસો પહેલા પોતાના "સ્વપ્ન" નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "મારું એક સપનું હતું જેમાં હું વ્હાઇટ હાઉસના પૂર્વ રૂમમાં જઈ રહ્યો હતો અને ત્યાં ઘણા સૈનિકો અને શોકાતુર લોકો હાજર હતા. તેમણે કહ્યું કે જ્યારે મેં મૃત્યુ પામેલા એક સૈનિકને પૂછ્યું તો સૈનિકે જવાબ આપ્યો, "રાષ્ટ્રપતિ. તેમની હત્યા કરવામાં આવી છે. લિંકને હત્યા પહેલા પોતાના અંતિમ સંસ્કાર પણ જોયા હોવાનું જણાવ્યું હતું.
હત્યાનું સપનું સાચું પડ્યું
લિંકનને પોતાની હત્યાનો અણસાર આવી ગયો હતો તેમ છતાં પણ તેને ગંભીરતાથી ન લેવાયો. જો આ સપનાંને ગંભીરતાથી લેવાયું હોત તો તેમનો જીવ બચી શકતો હતો. સપનાના થોડા દિવસ ફોર્ડ થિએટરમાં નાટક જોતી વખતે લિંકનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
વધુ વાંચો : આ પ્રેસિડન્ટને હત્યા પહેલા આવ્યું હતું મોતનું સપનું, વ્હાઉટ હાઉસમાં ફરતાં જોઈ પોતાની લાશ
લિંકન સહિત 4ની હત્યા
આ પછી, જેમ્સ ગારફિલ્ડ સાથે આવી બીજી ઘટના બની હતી. જુલાઈ 1881 માં, જ્યારે તેઓ વોશિંગ્ટન ડી.સીના રેલવે સ્ટેશન પર હતાં ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. જોકે તે વખતે તેઓ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયાં હતા અને થોડા મહિના પછી સપ્ટેમ્બરમાં ન્યૂ જર્સીમાં હુમલામાં ટકી રહેલા ઘાવથી તેનું મૃત્યુ થયું હતું. ગારફિલ્ડનો બંદૂકધારી ચાર્લ્સ ગિટેઉ હતો, જે માનસિક બીમારીથી પીડિત હતો અને ગારફિલ્ડની સરકારમાં નોકરી ન મળવાથી નારાજ હતા. ગિટેઉને દોષિત ઠેરવવામાં આવ્યો અને એક વર્ષમાં ફાંસી આપવામાં આવી. 1901 માં વિલિયમ મેકકિન્લીની હત્યા તરીકે અમેરિકન ઇતિહાસના પૃષ્ઠો પર નોંધાયેલ ત્રીજો કેસ છે. તેમના બીજા કાર્યકાળના છ મહિના પછી જાહેર પ્રદર્શનમાં લોકોને મળતાં તેમને ગોળી વાગી હતી. હુમલાના એક અઠવાડિયા પછી જ તેનું મૃત્યુ થયું હતું. અમેરિકામાં હત્યા કરાયેલા ચોથા પ્રમુખ હતા જ્હોન એફ કેનેડી જેમને નવેમ્બર 1963માં ડલ્લાસમાં જાહેર કાર રેલી દરમિયાન કેનેડી ઓપન-ટોપ લિમોઝીનમાં સવાર થઈને નજીકના વેરહાઉસના છઠ્ઠા માળેથી સ્નાઈપર ઓસ્વાલ્ડે ગોળીબાર કર્યો હતો. હુમલાના થોડા દિવસો બાદ સોવિયેત સમર્થક ઓસ્વાલ્ડની ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.