white house door was closed when biden arrived and he have to wait
USA /
જતાં જતાં ટ્રમ્પ કરી ગયા એવો ખેલ કે વ્હાઇટ હાઉસના ગેટ પર ભોંઠા પડી ગયા બાયડન અને પત્ની જિલ
Team VTV12:55 PM, 24 Jan 21
| Updated: 12:56 PM, 24 Jan 21
અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે પરંતુ શપથગ્રહણના દિવસની એક ઘટનાની આજે પણ ચર્ચા કરવામાં આવે છે અને ટ્રમ્પની ટીકા કરવામાં આવી રહી છે.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા જૉ બાયડન
શપથગ્રહણ બાદ વ્હાઇટ હાઉસના ગેટ પર થયેલી ઘટનાની અમેરિકામાં ચર્ચા
મીડિયા અને પૂર્વ અધિકારીઓએ ટ્રમ્પની નિંદા કરી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ બાયડન અને પત્ની જિલ જ્યારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે દરવાજા પર હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું અને આભાર વ્યક્ત કર્યો. પરંતુ તે બાદ જે થયું તે જોઈને બધા હેરાન થઈ ગયા.
શું છે ઘટના?
નોંધનીય છે કે જેવા જ બાયડન અને પત્ની અંદર જવા આગળ વધ્યા ત્યારે દરવાજો બંધ હતો અને તેઓ પરિવાર સહિત ત્યાં ઊભા હતા, આ દરમિયાન બાયડન પોતે પરેશાન થઈ ગયા અને તે બાદ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખે થોડી ક્ષણો સુધી રાહ જોવાનો વારો આવ્યો.
થોડી ક્ષણો બાદ દરવાજો ખૂલ્યો અને તેઓ અંદર દાખલ થયા. આ ઘટના પાછળ ટ્રમ્પને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે વ્હાઇટ હાઉસ છોડીને જઈ રહ્યા હતા ત્યારે પાંચ કલાક પહેલા જ વ્હાઇટ હાઉસના ચીફ અશરની હકાલપટ્ટી કરી નાંખી. જોકે હવે પૂર્વ અધિકારીઓ ટ્રમ્પની આ હરકતની ટીકા કરી છે.
નોંધનીય છે કે વ્હાઇટ હાઉસમાં વ્યવસ્થાની જવાબદારી ચીફ અશરની હોય છે અને મુખ્ય દ્વારપાળ ચીફ અશર રહે છે. બાયડન શપથ લે તેના થોડા કલાક પહેલા જ મુખ્ય દ્વારપાળને કાઢી મૂકવામાં આવ્યા.
અમેરિકામાં મીડિયા દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી છે અને આ વ્યવહારને અશોભનીય બતાવવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશની સેક્રેટરી રહી ચૂકેલ લઈ બેરમેને કહ્યું કે આ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. જોકે વ્હાઇટ હાઉસ તરફથી કે પ્રેસિડેન્ટના કાર્યાલય તરફથી આ મુદ્દે કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી.