બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / White house built on cow land in Vadodara: City survey also got NA, land mafias are now scared
Vishal Khamar
Last Updated: 09:16 PM, 20 January 2023
ADVERTISEMENT
વડોદરામાં વાઘોડીયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસ તરીકે ઓળખાતી જગ્યા સરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સરકારી જમીન પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનું કહેતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બિલ્ડર દ્વારા જમીન પર કબ્જો જમાવ્યો હતો. ત્યારે દંતેશ્વર ગામની સીમના સરકારી જમીન પર છેલ્લા ધણા સમયથી બિલ્ડરે કબ્જો જમાવ્યો હતો. એકાએક પોલીસ દ્વારા બિલ્ડર સામે ફરિયાદ નોધતા જમીન માફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
લેન્ડ ગ્રેબીંગ કમિટીના ફરિયાદના નિર્ણયથી જમીન માફીયાઓ ભૂગર્ભમાં
વાઘોડીયા રોડ પર દંતેશ્વર ગામ નજીક સરકારી જમીન પર બિલ્ડરો દ્વારા કબ્જો જમાવ્યો હતો. ત્યારે બિલ્ડરો દ્વારા સાંઠગાંઠ કેળવી સરકારી ગૌચર જમીનને સિટી સર્વેમાં NA પણ કરાવી લીધી હતી. વ્હાઈટ હાઉસ તરીકે ઓળખાતી આ જમીન સરકારી હોવાનું સાબિત થયું હતું. આ સરકારી જમીન હોઈ જે બાબત કલેક્ટરના ધ્યાને આવતા કલેક્ટર દ્વારા સુઓમોટો કરી ડે.કલેક્ટરને તપાસ સોંપી હતી. આ જમીન બાબતે પૂર્વ વિપક્ષી નેતાએ પણ કલેક્ટર, મુખ્યમંત્રી અને હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. લેન્ડગ્રેબીંગ કમિટીના આદેશથી પોલીસે ગુનો દાખલ કરતા પોલીસ ફરિયાદના પગલે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. લેન્ડ ગ્રેબીંગ કમિટીના ફરિયાદના નિર્ણયથી જમીન માફીયાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.
ADVERTISEMENT
બીજા ભૂમાફિયાઓ સામે કાર્યવાહિ થવાની સંભાવના
વડોદરામાં સરકારી જમીન પર કબ્જો જમાવનાર બિલ્ડર સામે ફરિયાદ નોંધાતા અન્ય સરકારી તેમજ ગૌચર જમીન પર કબ્જો જમાવીને બેઠેલા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે હજુ આગામી સમયમાં બીજા મોટા બિલ્ડરો તેમજ ભૂમાફિયાઓ સામે કાર્યવાહિ થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.