બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / While Sonia Gandhi was in the hospital...: Congress leader gave a big blow to Shashi Tharoor
Priyakant
Last Updated: 04:54 PM, 22 September 2022
ADVERTISEMENT
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીને લઈ હવે પક્ષમાં અંદરો અંદર જુથવાદ વધ્યો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને પ્રમુખની ચૂંટણી માટે પાર્ટીના કેટલાક નેતાઓનું સમર્થન મળતું હોય તેવું લાગતું નથી. પાર્ટીના પ્રખ્યાત પ્રવક્તા ગૌરવ વલ્લભે પણ શશિ થરૂર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરખામણી કરી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે 22 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ગૌરવ વલ્લભે એક પછી એક ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેઓએ લખ્યું હતું કે, આ થ્રેડમાંની તમામ ટ્વીટ્સ કોંગ્રેસના કાર્યકરના રૂપમાં છે, પ્રવક્તા તરીકે નહીં... " કરોડો કાર્યકરોની જેમ, મારી પ્રથમ ઈચ્છા છે કે શ્રી રાહુલ ગાંધીજી કોંગ્રેસ અને દેશને તેમનું નેતૃત્વ સોંપે. નિર્ણય પર તટસ્થ છે અને જાહેર ચર્ચામાં આવી રહેલા બે નામો વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં, જો કોઈને તેમની વચ્ચે પસંદ કરવાનું હોય.
एक तरफ कार्यकर्ताओं व ज़मीन से जुड़े हुए श्री अशोक गहलोत जी, जिन्हें 3 बार केंद्रीय मंत्री, 3 बार मुख्यमंत्री, 5 बार सांसद, 5 बार विधायक रहने का अनुभव हो, जिन्होंने सीधी टक्कर में मोदी-शाह को पटखनी दी हो, जिनका 45 वर्ष का निष्कलंक राजनीतिक जीवन हो।
— Prof. Gourav Vallabh (@GouravVallabh) September 22, 2022
આ સાથે તેમણે વધુ લખ્યું હતું કે, " એક તરફ શ્રી અશોક ગેહલોતજી કાર્યકરો અને મેદાન સાથે જોડાયેલા છે, જેમને 3 વખત કેન્દ્રીય મંત્રી, 3 વખત મુખ્યમંત્રી, 5 વખત સાંસદ અને 5 વખત ધારાસભ્ય બનવાનો અનુભવ છે. જેમણે મોદી-શાહને સીધી હરીફાઈમાં હરાવ્યા છે. બીજી બાજુ શ્રી શશિ થરૂર સાહેબ છે જેમનું છેલ્લા 8 વર્ષમાં પાર્ટીમાં માત્ર એક જ મોટું યોગદાન છે - જ્યારે સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્રો મોકલ્યા હતા. આ કૃત્યથી મારા જેવા પક્ષના કરોડો કાર્યકરોને દુઃખ થયું છે... પસંદગી ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે."
Congress leader Digvijaya Singh will reach Delhi today. He is likely to meet party interim president Sonia Gandhi. He is a likely contender for the post of party president: Sources
— ANI (@ANI) September 22, 2022
(file pic) pic.twitter.com/WHWvG8veRr
મહત્વનું છે કે, હજી સુધી ગૌરવ વલ્લભના અભિપ્રાય પર શશિ થરૂર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. આ દરમ્યાન હવે એક અન્ય નામની ચર્ચા ચાલી રહી છે, તે નામ છે દિગ્વિજય સિંહ. ANIના સમાચાર મુજબ દિગ્વિજય સિંહ દિલ્હીના પ્રવાસે જઈ શકે છે, સોનિયા ગાંધીને મળી શકે છે અને પોતાનો દાવો પણ રાખી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.