While dancing the assistant director of the postal department had a heart attack and died video viral
ભારે કરી /
બસ આજકી રાત હૈ જિંદગી....: ગીત પર ડાન્સ કરતા-કરતા શખ્સ ઢળી પડ્યો, પછી ઊભો જ ન થયો, કારણ હાર્ટ એટેક
Team VTV03:22 PM, 20 Mar 23
| Updated: 12:02 PM, 21 Mar 23
હાલ મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોસ્ટલ ડીપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.
ડાન્સ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
કેમેરામાં કેદ થઈ આખી ઘટના
કોરોના બાદ દેશમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે અને આમાંના ઘણામાં લોકો હાર્ટ એટેક આવતા થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામ્યા હતા. સૌથી ચિંતાજનક વાત એ છે કે અચાનક હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારા મોટાભાગના લોકો યુવાન હતા. કેટલાકને ચાલતી વખતે, કેટલાકને ડાન્સ કરતી વખતે અને કેટલાકને ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યા છે.
ડાન્સ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
દેશભરમાંથી હાર્ટ એટેકના કેસો સામે આવી રહ્યા છે એવામાં હાલ જ મધ્યપ્રદેશના ભોપાલમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઈએ કે પોસ્ટલ ડીપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મળતી જાણકારી મુજબ આ મામલો 16 માર્ચનો છે અને હાલ એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. વાત એમ છે કે ટપાલ વિભાગ દ્વારા ભોપાલના મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમમાં 13 થી 17 માર્ચ દરમિયાન ઓલ ઈન્ડિયા પોસ્ટલ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 17 માર્ચે રમાવાની હતી પણ તેના એક દિવસ પહેલા 16 માર્ચની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાન્સ કરતાં કરતાં અચાનક ઢળી પડ્યા
આ કાર્યક્રમ દરમિયાન ભોપાલ પોસ્ટલ સર્કલના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સુરેન્દ્ર કુમાર દીક્ષિત પોતાના સાથીદારો સાથે ડાન્સ કરી રહ્યા હતા. ગીત વાગી રહ્યા હતા અને બધા પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા એવામાં અચાનક સુરેન્દ્ર કુમાર દીક્ષિતને એટેક આવ્યો અને ડાન્સ કરતાં કરતાં તેઓ નીચે પડી ગયા હતા. જો કે એ સમયે આસપાસના લોકોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પણ એમનું મોત થઈ ગયું હતું.
કેમેરામાં કેદ થઈ આખી ઘટના
સુરેન્દ્ર કુમાર દીક્ષિત તેના સાથીઓ સાથે ડાન્સ કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ નાચતા લોકોનો વીડિયો બનાવી રહ્યો હતો. જે સમયે સુરેન્દ્ર કુમાર દીક્ષિતને હાર્ટ એટેક આવ્યો ત્યારે આ સમગ્ર ઘટના વ્યક્તિના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી અને વીડિયોમાં જોવા મળ્યું હતું કે સુરેન્દ્ર બોલિવૂડ ગીત 'બસ આજ કી રાત હૈ ઝીંદગી' પર ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો.