While charging, a mobile phone playing game exploded, breaking 3 fingers and thumb of a teenager.
ચેતવણીરૂપ કિસ્સો /
ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, કિશોરની 3 આંગળી અને અંગૂઠો તૂટી ગયો
Team VTV11:44 PM, 28 Nov 21
| Updated: 12:00 AM, 29 Nov 21
મહીસાગરના ભમરીયાનો એક બાળક જે ધોરણ 11 માં અભ્યાસ કરે છે. મોબાઈલ ચાર્જીંગમાં હતો છતાં હાથમાં મોબાઈલ રાખ્યો તે ધડાકા ભેર ફાટ્યો હતો.અને બાળકની હાથની આંગળીના ટેરવા ઉડી ગયા
ચાર્જીગમાં રાખીને મોબાઈલ રમતા ગંભીર ઈજા
મહીસાગરમાં બાળકના હાથમાં ફાટ્યો મોબાઈલ
બાળકની આગળીનાં ટેરવા ઉડી ગયા;ઓપરેશન
ગુજરાતની શાળાઓમાં કોરોના કાળ પહેલા બાળકો માટે મોબાઈલની મનાઈ હતી. જો કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતા કેટલાક વિધાર્થીઓ મોબાઈ રાખતા પણ શાળા કે શિક્ષકોના ધ્યાને ના આવે તે રીતે તેનો ઉપયોગ કતા. પણ કોરોનામાં નાના બાળકોને પણ ઓન લાઈન શિક્ષણથી મોબાઈલ અને તે કતા ખાતો ગેમિંગની ટેવ પડી ગઈ છે. મહીસાગરના બાલાસિનોર ગામના ભમરીયામાં એવી ઘટના બની કે મોબાઈલનો ઉપયોગ કરતા કિશોર વયના વિધાર્થીઓ અને તેમના માતા-પિતા અત્યારથી જ લાલબત્તી સમજી ગયા છે.
મોબાઈલ હાથમાં રાખી ગેમ રમતો હતો
ઘટના એવી બની કે, મહીસાગરના ભમરીયાનો એક બાળક જે ધોરણ 11 માં અભ્યાસ કરે છે. મોબાઈલની લત હતી. મોબાઈલ ચાર્જમાં મુક્યો હતો આમ છતાં મોબાઈલનું વળગણ નહોતો છોડી શકતો. મોબાઈલ ચાર્જમાં હોવા છતાં તે ગેમ રમવા લાગ્યો હતો. મોબાઈલ ચાર્જમાં હતો અને બાળક રમવામાં મશગૂલ. અવેમાં અચાનક આ કિશોર કઈ સમજે તે પહેલા જોરદાર ધડાકો થયો. આસપાસમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું અને જે કિશોરના હાથમાં મોબાઈલ હતો તે ધડાકા ભેર ફાટ્યો હતો. આ કિશોરના હાથની આંગળીના ટેરવા ઉડી ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ થયેલા વાલીઓ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેના હાથની આગલીનું ઓપરેશન કરવું પડ્યું હતું.
શાળાના નાના ભુલકાઓ અને વિધાર્થીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે કે, મોબાઈલ ક્યારેય ચાર્જમાં મુક્યો હોય ત્યારે, તેનાથી રમવું ના જોઈએ.