While addressing the program in Surat, PM Modi praised CM Bhupendra Patel
કામગીરી બિરદાવી /
VIDEO: સુરતના કાર્યક્રમને સંબોધતી વખતે PM મોદીએ કર્યા CM પટેલના વખાણ, કહ્યું શાંત સ્વભાવ પણ કામ ચોક્કસ
Team VTV03:04 PM, 15 Oct 21
| Updated: 03:08 PM, 15 Oct 21
ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વખત ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકમચ પર આવ્યા હતા. વર્ચ્યુઅલી સંબોધન વખતે PMએ CMના કામના વખાણ કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીની કરી પ્રશંસા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીને કરી યાદ
ભૂપેન્દ્ર પટેલ શાંત સ્વભાવના પણ કામમાં ચોક્કસાઈ-PM
સુરતના વરાછા રોડ વાલક પાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે અદ્યતન હોસ્ટેલ અને અતિથિગૃહનું નિર્માણ થનાર છે. વડાપ્રધાન મોદી દ્વારા વીડિયો કોન્ફોરન્સના માધ્યમ થકી આ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને મંત્રીઓ અને કેન્દ્રિય અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધન વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતા કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ શાંત સ્વભાવના પણ કામના ચોક્કસ, તેમના નેતૃત્વમાં ગુજરાત ચોતરફ વિકાસ કરશે
ભૂપેન્દ્ર પટેલ જમીન સાથે જોડાયેલા મુખ્યમંત્રી છે-PM
ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વખત ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકમચ પર આવ્યા હતા. સુરતના હોસ્ટેલ અને અતિથિગૃહના ખાત મુહૂર્ત કાર્યક્રમ વખતે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. તેમની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ શાંત સ્વભાવના પણ કામમાં ચોક્કસાઈ ધરાવે છે. કોઈ પણ વિવાદ વગર છેલ્લા 25 વર્ષથી અવિરત કામ કરી રહ્યા છે. તેમણે 25 વર્ષમાં અનેક મોટી જવાબદારીઑ સારી રીતે નિભાવી છે અને મને ખાતરી છે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ચોતરફ વિકાસ કરશે. તેમની કાર્યકરવાની અનોખી શૈલી અને શાંત સ્વભાવને પણ પીએમ મોદીએ પોતાની વાતમાં ટાંકી હતી.
સુરતનો હોસ્ટેલ પ્રોજેકટ પાછળ અંદાજે 200 કરોડ નો ખર્ચ થશે
મહત્વનું છે કે 1500 વિદ્યાર્થીઓ અને 700 વિદ્યાર્થીનીઓના રહેવા જમવાની સવલત સાથે કરોડના ખર્ચે અદ્યતન હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે જ્યારે અદ્યતન અતિથિગૃહ પણ બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ પાછળ અંદાજીત 200 કરોડનો ખર્ચ થનાર છે, ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.