Which zodiac signs will be harmed, who will benefit?
ભવિષ્ય દર્શન /
કઇ રાશિના જાતકોને નુકસાન તો કોને થશે ફાયદો? જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય?
Team VTV07:00 AM, 25 Mar 23
| Updated: 07:00 AM, 25 Mar 23
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
25 03 2023 શનિવાર
માસ ચૈત્ર
પક્ષ શુક્લ
તિથિ ચોથ સાંજે 4.22 પછી પાંચમ
નક્ષત્ર ભરણી બપોરે 1.17 પછી કૃતિકા
યોગ વિશ્કુમ્ભ
કરણ વિષ્ટિ ભદ્રા સાંજે 4.22 પછી બવ
રાશિ મેશ (અ.લ.ઈ.) સાંજે 7.24 પછી વૃષભ (બ.વ.ઉ.)
આજનું દિન વિશેષ
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. તેમજ કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. જ્યારે વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. તેમજ કોઈપણ કામમાં અટવાયેલા રહેશો. જ્યારે ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે. તેમજ માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનું સારું ફળ મળશે. તેમજ મનોકામના પૂર્તિ માટે સમય સારો છે. જ્યારે કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલો દ્વારા આશીર્વાદ મળશે. તેમજ નજીકના સંબંધીથી સહયોગ મળશે. જ્યારે ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. તેમજ નવું કામ કરવાના યોગ સારા બને છે.
સિંહ (મ.ટ.)
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉતાવળ કરશો તો નુકસાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગ બને છે.
કન્યા (પ.ઠ.ણ.)
આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું અને સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે. કામકાજમાં મહેનત વધુ રહેશે.
તુલા (ર.ત.)
ભાગીદારીવાળા કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું તેમજ લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.
વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં નવા અવસર મળશે અને સમય આપને અનુકૂળ બનશે તેમજ કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો અને નાના-મોટા પ્રવાસની સંભાવના છે તેમજ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો અને કોઈ શુભ સમાચાર મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
પસંદગીના કામમાં આનંદ મળશે અને પરિવારજનોથી ઉત્તમ લાભ થશે. નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે તેમજ માનસિક શાંતિનો અનુભવ થશે.
મીન (દ.ચ.ઝ.થ)
ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે અને માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે
શુભાંક - આજનો શુભ અંક છે 7 શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન