બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / આધાર સાથે ખોટો મોબાઇલ નંબર છે લિંક? તો સુધારી દેજો, નહીંતર મુકાઇ જશો મુશ્કેલીમાં

યુટિલિટી / આધાર સાથે ખોટો મોબાઇલ નંબર છે લિંક? તો સુધારી દેજો, નહીંતર મુકાઇ જશો મુશ્કેલીમાં

Last Updated: 03:46 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Mobile Number Link: આધારની સાથે તમારો કયો મોબાઈલ નંબર લિંક છે? ક્યાંક તમારા આધારથી ખોટો મોબાઈલ નંબર તો લિંક નથીને? તેને સરળતાથી ચેક કરી શકાય છે. આ પ્રકારે તમે ભારે નુકસાનથી બચી શકો છો. આ પ્રોસેસ ખૂબ જ સરળ છે.

આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. જેને દરેક જગ્યા પર ઉપયોગ કરવામાં આવે છે. તમે નવી નોકરી કે સ્કૂલ અને કોલેજ જોઈન કરો કે પછી ટ્રેન, ફ્લાઈટ ટિકિટ સહિત કોઈ પણ સરકારી અને પ્રાઈવેટ કામ કરવાનું હોય તો આધાર જરૂરી થઈ ગયું છે. જોકે તમારૂ આધાર તમને જેલ પણ પહોંચાડી શકે છે. જો તમારા આધારની સાથે ખોટુ સિમ કાર્ડ લિંક છે તો તમને જેલ પણ થઈ શકે છે. એવામાં આજે જ ચેક કરો કે ક્યાંક તમારા આધાર કાર્ડ પર ખોટો સિમ કાર્ડ નંબર તો રજીસ્ટર્ડ નથી.

sim-1.jpg

જવું પડી શકે છે જેલ

જો તમારા આધારમાંથી કોઈ નકલી સિમ કાર્ડ લિંક છે. અથવા તો તમે પોતાના આધાર કાર્ડમાંથી કોઈ બીજાને સિમ કાર્ડ આપ્યું છે તો તરત હટાવી લો. નહીં તો તમને નુકસાન ઉઠાવવું પડી શકે છે. કારણ કે જો તમારા આધાર સાથે લિંક મોબાઈલ નંબરથી કોઈ ક્રિમિનલ એક્ટિવિટી થાય છે તો તમને જેલ કે પછી દંડ થઈ શકે છે.

આધાર સાથે કયુ સિમ કાર્ડ છે લિંક

સ્ટેપ-1

  • તમારા આધાર કાર્ડ સાથે કયું સિમ કાર્ડ લિંક છે? તે જાણવું ખૂબ જ સરળ છે. જે ઘરે બેઠા ઓનલાઈન જાણી શકાય છે.
  • સૌથી પહેલા તમને આધાર એટલે કે UIDAIની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રહેશે.
sim-caard

સ્ટેપ-2

  • પછી તમને ટોપ લેફ્ટ કોર્નર પર My Aadhaar ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.
  • જો તમે મોબાઈલ પર આધાર વેબસાઈટ ઓપન કરો છો તો તમને ટોપ લેફ્ટ કોર્નર પર થ્રી લાયન્સ જોવા મળશે. જેના પર ક્લિક કરવા પર My Aadhaar ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.
  • પછી તમને સ્ક્રોલ કરવા બોટમમાં જવું પડશે. જ્યાં તમને Aadhaar Service ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમને Verify Email/Mobile Number પર ટેપ કરવાનું રહેશે.

સ્ટેપ-3

  • પછી એક નવું પેજ ખુલશે. જ્યાં તમને બે ઓપ્શન જોવા મળશે. તેમાંથી તમને મોબાઈલ નંબર ચેક કરવાના ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમને આધાર કાર્ડના 12 ડિજિટને એડ કરવાના રહેશે.
  • પછી તમને પોતાના મોબાઈલ નંબરને એડ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
aadhaar 2_0_0

વધુ વાંચો: 6 ફેક્ટર્સ અને 17 વર્ષની રાહ..., જાણો કેવી રીતે RCBએ નસીબ પલટાવી દીધું, આ કારણોથી પ્લેઓફમાં મળી એન્ટ્રી

સ્ટેપ-4

  • જો તમારા આધારથી તમારો મોબાઈલ નંબર લિંક છે. તો નોટિફિકેશન મળશે કે રેકોર્ડ મેચ કરી રહ્યો છે.
  • ત્યાં જ જો તમારા આધારતી કોઈ બીજો મોબાઈલ નંબર લિંક છે તો નોટિફિકેશન મળશે કે રેકોર્ડ મેચ નથી થઈ રહ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Aadhaar Mobile Number Link આધાર કાર્ડ મોબાઈલ નંબર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ