બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / તમારા કામનું / ઘરમાં કયા છોડ ઉછેરવા અને કયા નહીં? એસ્ટ્રોલોજરની ટિપ્સ માનશો તો પૈસે ટકે થશો સુખી
Last Updated: 04:04 PM, 30 October 2024
પર્યાવરણ માટે છોડ, વૃક્ષ જેટલા જરૂરી છે અને તેનું મહત્વ છે તેટલું જ મહત્વ તેનું આધ્યાત્મિક દ્રષ્ટિથી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી છોડ માણસને ઑક્સીજન આપે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે પણ કેટલાક છોડ એવા છે જેમનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિથી એટલું છે કે તેને ઘરમાં ઉછેરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને ઘરના દરેક સભ્યોના જીવનમાં સુખ તેમજ સમૃદ્ધિ લાવે છે. તો ચાલો જાણી લો કે કયા કયા છે એવા છોડ જે ઘરમાં રોનક ભરે છે.
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રસાર પ્રમાણે, કેટલાક છોડ છે, જે ઘરમાં વાવેતર કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન ધાન્ય વધારે છે. એસ્ટ્રોલોજર વાસ્તુ કન્સલ્ટન્ટ ડો. સ્મિતા સુધારના કહેવા અનુસાર કેટલાક છોડ છે જેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે.
ADVERTISEMENT
સવન એટલે કે શ્રીપર્ણીનો ઉલ્લેખ અને મહિમા પણ આપણે ત્યાં જોવા મળે છે. સવનના વૃક્ષમાં સાક્ષાત્ લક્ષ્મીજીનો વાસ હોવાની માન્યતા આપણા ધર્મમાં છે એટલે જે ઘરમાં સવનનું વૃક્ષ હોય ત્યાં હંમેશાં આર્થિક ઉન્નતિ થતી રહે છે. આપણે ત્યાં ઘરની અંદર પણ ભગવાનના મંદિર સવનના કાષ્ઠમાંથી જ બનાવવામાં આવતાં હોય છે. એટલે આ છોડ ઘરમાં કરવો સારો છે, સાથે કોઇ નવું ઘર કરી રહ્યા છે તો તેમાં તો ખાસ કરીને આ છોડ રાખવો જોઈએ.
કહેવાય છે કે કદંબના વૃક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે કારણ કે તે તેમનું પ્રિય વૃક્ષ છે. એસ્ટ્રોલોજર અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં આ વૃક્ષને રાખી શકાય છે.આ દિશાઓમાં કદંબનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે. આ ઝાડના મૂળના રસમાં ખાસ પોઝિટિવ એનર્જી રિડ્યુસિંગ ઔષધીય ગુણ હોય છે, જે સ્થૂળતા ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે. કદંબના ઝાડની છાલ, પાંદડા અને મૂળ બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે.
હિંદુ ધર્મમાં અને ઘરમાં પણ તુલસીના છોડનું ખુબ મહત્વ છે. તુલસીનો છોડ માત્ર ધર માટે જ શુભ નથી માનવામાં આવે છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તુલસીનો છોડ ધાર્મિક કારણોસર અને સ્વાસ્થ્યના કારણથી ઘરમાં વાવે છે. કાળી તુલસી, જેને પવિત્ર તુલસી અથવા કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે, કેન્સર, હૃદય રોગ, સંધિવા, ડાયાબિટીસ જેવા રોગથી સારવાર કરવામાં પણ મદદ કરી શકે છે. આયુર્વેદિક દવામાં કાળી તુલસીને "જીવનનું અમૃત" માનવામાં આવે છે. તેનો ઉપયોગ હિંદુ પૂજામાં પણ થાય છે.
તમે જોયું હશે કે દેવી લક્ષ્મીને કરેણના ફૂલ ચઢાવવામાં આવે છે, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં કરેણને દેવી લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે, માતા લક્ષ્મીને કરેણનું ઝાડ અને ફૂલ બંને પ્રિય છે કરેણનું ફૂલ જેટલુ સુંદર હોય છે એટલા જ તેના ફાયદા છે. જ્યોતિષમાં તેને શુભ માનવામાં આવે છે. આ ફૂલ તમને ત્રણ રંગોમાં જોવા મળશે પીળો, સફેદ, અને ગુલાબી. જો કે તેના છોડને ઘરમાં લગાવવાથી ધન અને સમૃદ્ધિ રહે છે. કરેણના પીળા ફૂલો ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. ભગવાન વિષ્ણુ કરેણ પર નિવાસ કરે છે. એટલા માટે તેમને પીળા ફૂલ ચઢાવવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. કરેણનું ઝાડ હંમેશા ફૂલોથી ભરેલું હોય છે તે રીતે ઘરમાં પૈસા અને અનાજની કમી નથી હોતી. કરેણનું વૃક્ષ મનને શાંત રાખે છે. સાથે ઘરનું વાતાવરણ પણ ખૂબ જ સકારાત્મક અને શાંત રહે છે. મા લક્ષ્મીને કરેણના ફૂલ અર્પણ કરવાથી ઘરમાં ધન અને ધાન્યની કમી નથી રહેતી.
એસ્ટ્રોલોજર વાસ્તુ કન્સલ્ટન્ટ ડો. સ્મિતા સુથારના કહેવા અનુસાર દરેક રાશિ અને નક્ષત્રના આરાધ્ય વૃક્ષ હોય છે. એટલે તમારા કોઇ પણ અસ્ટ્રોલોજરની સલાહ લઇને ધરના દરેક સભ્યની રાશિ પ્રમાણે છોડ ઘરમાં રાખી શકો છો, કારણ કે તે રાખવાથી વ્યક્તિના અંદર રહેલી નેગેટિવ ઉર્જાનો નાશ થાય છે.
આ તો થઇ મોટા મોટા વૃક્ષો અને મહત્વની વાત પણ એવા અનેક નાના છોડ પણ છે જે ઘરના દરેક દિશા પ્રમાણે મુકી શકો છો. જ્યોતિષાચાર્ય દિપેનભાઈ રાવલ જણાવે છે કે ઘરની પ્રગતિ અને સુખ માટે છોડ મુકવા જરૂરી છે સાથે તેને સાચી દિશામાં મૂકવા તે મહત્વનું છે. તો ક્યા છોડ તમે મૂકી શકો છો જાણીશું.
ઘરના પૂર્વ ભાગમાં, ખાસ કરીને પૂર્વ અને દક્ષિણની વચ્ચેના અગ્નિ ખૂણામાં વિસ્તારમાં વાંસનો છોડ મૂકવા જોઈએ. માનવામાં આવે છે કે આ વ્યવસ્થા ઘરમાં રહેતા દરેક માટે શાંતિની ભાવનાને જાગૃત કરે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં, જે વાયુ ખૂણા તરીકે ઓળખાય છે, તમે લીમડાનો છોડ વાવી શકો છો. મની પ્લાન્ટ, એક સામાન્ય ઘરગથ્થુ છોડ છે, જેને સંપત્તિ આકર્ષવા માટે પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ. પરિવારના સભ્યોના સારા સ્વાસ્થ્ય માટે ઉત્તર-પૂર્વમાં લવંડરનો છોડ મૂકવો જોઈએ. પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવા માટે દક્ષિણ-પશ્ચિમમાં શાંતિ લીલી છોડ મૂકી શકાય છે. તુલસીનો છોડ ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં હોવો જોઈએ, જ્યારે આસોપાલવ ઉત્તર દિશામાં મૂકવો જોઈએ.
વધુ વાંચો : દિવાળીમાં ક્રિસ્ટલ બ્રેસલેટ પહેરવાથી શું થશે ફાયદો?, જાણો આ જાણીતા એસ્ટ્રોલોજર પાસેથી..
જ્યોતિષાચાર્ય દિપેનભાઈ રાવલ વધુમાં જણાવે છે કે એવા ઘણા છોડ છે જે લોકો સામાન્ય રીતે તેમના ઘરમાં રાખે છે, પરંતુ વાસ્તવમાં તેને ટાળવા જોઈએ. તેમાં બાવળ, આમલી, ખજૂર, કપાસ અને વિવિધ કાંટાવાળા છોડ છે, કારણ કે હિંદુ શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ ભૂતપ્રેતને આકર્ષવાની ક્ષમતા ધરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિણામે, આ છોડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT