બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:24 PM, 24 May 2024
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર પુરૂષો અને મહિલાઓની કિસ્મત અલગ અલગ હાથોમાં લખેલી હોય છે. માટે હસ્તરેખા વિજ્ઞાન આપણને એ સમજાવે છે કે હાથ શું કહે છે. અલગ અલગ લિંગ કે જેન્ડર માટે ભાગ્યની શક્તિ અલગ અલગ હાથોમાં હોય છે. તો આવો જાણઈએ કે હસ્તરેખા શાસ્ત્રમાં સ્ત્રી માટે કયો હાથ જોવામાં આવે છે અને પુરૂષો માટે કયો હાથ જોવામાં આવે છે.
ADVERTISEMENT
પુરૂષો માટે હસ્તરેખા શાસ્ત્ર
ADVERTISEMENT
પુરૂષોનો જમણો હાથ જોવામાં આવે છે. આ હાથમાં એ બધી જ વસ્તુઓ હોય છે જે તમે અત્યાર સુધી પોતાના ભાગ્યથી મેળવી છે. હસ્તરેખા શાસ્ત્રમાં પુરૂષોના ડાબો હાથમાં તેમનું ભવિષ્ય લખેલું હોય છે. માટે આ હાથ જણાવે છે કે તમે શું લઈને જન્મ્યા છો.
જ્યારે તમારો જમણો હાથ દર્શાવે છે કે તમે પોતાના જીવનના સફરમાં કેટલું આગળ વધશો. માટે જ્યોતિષી પુરૂષોનો જમણો હાથ વાંચીને તેમના જીવન વિશે વિવિધ ચીત્રોની ભવિષ્યવાણી કરે છે. તેના ઉપરાંત પુરૂષનો જમણો હાથ તેમના વ્યક્તિત્વની સાથે સાથે તેમના ભવિષ્ય વિશે પણ જાણકારી આપે છે.
હસ્તરેખા નિષ્ણાંત મનુષ્યની હથેળી વાંચતી વખતે વિવિધ વસ્તુઓ પર વિચાર કરે છે. પુરૂષોના હાથ સામાન્ય રીતે મોટા હોય છે. માટે હસ્તરેખા શાસ્ત્રી એ નિષ્કર્ષ કાઢે છે કે મનુષ્યનો પૃથ્વી સાથે ઉંડો સંબંધ હોઈ શકે છે. તેમને કામ સ્વયં કરવામાં પણ આનંદ આવે છે અને તે જીણવટ પર ખાસ ધ્યાન આપે છે. તેના ઉપરાંત પુરૂષોની લાંબી આંગળીઓ તેમના વિશ્લેષણાત્મક સ્વભાવને વધારે મહત્વ આપે છે.
મહિલાઓ માટે હસ્તરેખા શાસ્ત્ર
મહિલાઓનો હસ્તરેખા હાથ પુરૂષો કરતા અલગ હોય છે. પુરૂષોથી વિરૂદ્ધ હસ્તરેખા શાસ્ત્રી મહિલાઓના ડાબા હાથને વાંચે છે. તે મહિલાઓના ભાગ્યની ઓળખ કરે છે અને તેના અનુસાર પોતાની રીડિંગ આપે છે. તેના ઉપરાંત જ્યોતિષમાં મહિલાઓના ડાબા હાથના પણ ઘણા અર્થ હોઈ શકે ચે. જો કોઈ મહિલાનો ડાબો હાથ તેનો પ્રમુખ હાથ છે તો આ મહિલાના વર્તમાન જીવન વિશે પણ વિવિધ વસ્તુઓની ભવિષ્ય વાણી કરી શકે છે. આ આપણને જીવનના વર્તમાન વિશે જણાવે છે.
ત્યાં જ જો કોઈ મહિલાનો ડાબો હાથ પ્રભાવશાળી નથી તો આ મહિલાના વ્યક્તિત્વ વિશે જણાવે છે. આ હાથ એ વસ્તુઓ વિશે જણાવે છે જે આપણે અવગણી શકીએ છીએ. આ હાથને વાંચીને આપણે પોતાના વર્તમાન વ્યક્તિત્વમાં સુધારના ક્ષેત્રો વિશે જાણકારી મેળવી શકીએ છીએ. તેના ઉપરાંત ડાબો હાથ એક મહિલાની છુપાયેલી ક્ષમતા વિશે પણ જણાવે છે.
વધુ વાંચો: મોટી ઉંમરમાં માતા બનવા પર બાળક અને માતા પર પડી શકે છે આવી અસર, જાણો યોગ્ય ઉંમર
કરિયર માટે કઈ હથેળી?
મહિલાઓના કરિયર માટે કઈ હથેળી વાંચવામાં આવે છે? તેનો જવાબ છે ડાબી. મહિલાની ડાબી હથેળી તેના સંભવિત કરિયરના અવસરો જણાવે છે. ત્યાં જ ભારતીય હસ્તરેખા અનુસાર પુરૂષોનો જમણો હાથ તેમના કરિયર અને પ્રોફેશન જીવનને દર્શાવે છે. હસ્તરેખા નિષ્ણાંત પુરૂષો અને મહિલાઓ બન્નેના હાથમાં કરિયર રેખાનું નિરીક્ષણ કરે છે. આ રેખા સામાન્ય રીતે કોઈ પણ મધ્યમા આંગળીના આધારથી શરૂ થાય છે. તેના ઉપરાંત આ રેખા કાંડાથી પહેલી હથેળીના આધાર સુધી જાય છે. આ રેખા જેટલી ઊંડી અને લાંહી હશે. પુરૂષ કે મહિલાનું કરિયર તેટલૂ જ મજબૂત હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.