Whether Love Today Tomorrow should be seen on Valentine Day viewers are responding
Movie Review /
'લવ આજ કલ' જોવા જશો તો જાણી લો તમારો વેલેન્ટાઈન ડે બગડશે કે સુધરશે
Team VTV04:20 PM, 14 Feb 20
| Updated: 04:25 PM, 14 Feb 20
સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ 'લવ આજ કલ' આવી ગઈ છે. આ લવ આજ કલના પ્રથમ ભાગની સિકવલ છે. પરંતુ દર્શકો અને ક્રિટીક્સને આ ફિલ્મ પ્રથમ ભાગ જેટલી નથી ગમી રહી અને લોકોએ અલગ અલગ પ્રતિભાવ આપ્યો છે.
કાર્તિકની એક્ટીંગ જબરદસ્ત લાગી રહી છે
સારા અલી ખાન એક્દમ બોલ્ડ લાગી રહી છે
ઈમ્તિયાઝની લવ સ્ટોરી છે ફિક્કી
બોલિવૂડમાં કોઈ પ્રેમની ભાષા સમજાવી શકતું હોય તો તે એક માત્ર ઈમ્તિયાઝ અલી છે. હાલમાં જ ઈમ્તિયાઝ અલી એ સારા અલી ખાન અને કાર્તિક આર્યન સાથે 'લવ આજ કલ' ફિલ્મ બનાવવામાં આવી છે. જે સિનેમાઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. પરંતુ ફિલ્મને લઈને એવા કોઈ ખાસ રીવ્યુ નથી આવ્યાં કે તમારે ફિલ્મ જોવા જવી જ પડે. ફિલ્મમાં કાર્તિક આર્યન ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. જ્યારે સારા અલી ખાન અને આયુષી શર્મા તેમના ઓપોઝીટ પાત્રમાં છે. સોશિયલ મીડિયામાં અને ક્રિટીક્સના રીવ્યુ એવા આવી રહ્યાં છે કે આ ફિલ્મ તમને થોડી નિરાશ કરી શકે છે.
ગલ્ફ ન્યુઝે 'લવ આજ કલ'ને પાંચમાંથી બે સ્ટાર આપ્યાં છે.
કાર્તિક આર્યનને લઈને ક્રિટીક્સ કહે છે પોતાના કરિયરના ટીપીકલ રોલમાંથી આ રોલને પસંદ કરવા માટે કાર્તિકને ક્રેડીટ આપવામાં આવે છે, આ મોર્ડન લવરનો રોલ પ્લે કરવામાં તેમણે એક્ટીંગને પૂરે પૂરો ન્યાય આપ્યો છે. જે તમને રણબીર અને શાહરુખ જેવાં એક્ટરની યાદ અપાવશે.
સારા પોતાની લવ અને લાઈફથી કન્ફયુઝ હોય છે. જેમાં એક કરિયર વુમન તરીકે ચમકતી સારાના પણ વખાણ બંને છે.
ઈમ્તિયાઝ અલીની વાત કરીએ તો તેમની થોડીક ફરિયાદો છે પહેલા બનાવેલી 'લવ આજ કલ' જેવા એંગલ આપી શક્યા નથી. ખાસ કરીને વાર્તામાં પણ એવરેજ વર્ક કર્યું છે. જો કે ફિલ્મનું મ્યુઝીક ખુબ સારું છે. જો તમે કાર્તિક અને સારાના ફેન છો તો તમને આ ફિલ્મ જકડી રાખશે અને જો તમે લવ સ્ટોરીના ફેન છો તો તમને ફિલ્મ ફિક્કી લાગશે.