વેપારિક મુદ્દા પર ભારત અને ચીનનું એકમત થવું એ તો આશ્ચર્યની વાત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વ્યાપારિક મુદ્દાઓમાં 'અમેરિકા ફર્સ્ટ'ની પોલીસીથી ચીનની સામે એક મોટો પડકાર ઉભો થઇ ગયો છે અને બંને દેશોની વચ્ચે શરૂ વ્યાપારિક વાર્તાની સકારાત્મક દિશામાં જવાનો કોઇ જ સંકેત નથી મળી રહ્યો.
ન્યૂ દિલ્હીઃ એશિયા મહાદેશની બે મોટી અર્થવ્યવસ્થા, ચીન અને ભારત કોઇ મુદ્દા પર એકમત હોય તેવું ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. બંને દેશોની વચ્ચે એક મોટી પ્રતિસ્પર્ધાનું કારણ એશિયામાં ચીનની વધતી તાકાતને ભારતથી મળી રહેલ એક મોટો પડકાર છે. પરંતુ અમેરિકાએ એક તરફી ટ્રેડ વૉર છેડીને બંને દેશોને એકજૂથ કરી દીધેલ છે.
WTOની બેઠકમાં સાથે આવ્યાં ભારત-ચીનઃ
સોમવારનાં રોજ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)નાં 22 વિકાસશીલ અને સૌથી ઓછાં વિકસિત સભ્યો દેશોની બેઠક શરૂ થઇ. ભારતે આ બે દિવસીય બેઠકમાં વ્યાપારિક મુદ્દાઓ પર સભ્ય દેશોની એકતરફી કાર્યવાહીથી સંબંધિત કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચીન અને દક્ષિણ આફ્રીકા ભારતનાં આ નિર્ણયનાં સમર્થનમાં છે. આ પ્રસ્તાવને લઇને ચર્ચાનું એક પ્રમુખ બિંદુ એ છે કે આ વિકાસશીલ દેશો માટે વિશેષ જોગવાઇ છે કે જેને વિશેષ અને વિભેદકારી વ્યવહાર કહેવામાં આવે છે. આ અંતર્ગત વિકાસશીલ દેશોની સમજૂતી અને વાયદાઓને લાગુ કરવા માટે વધારે સમય મળે છે. આ સાથે જ તેમનાં વ્યાપારિક હિતોની સુરક્ષાની જોગવાઇ પણ છે.
ટ્રમ્પનાં પડકારનો સામનોઃ
વ્યાપારિક મુદ્દા પર ભારત અને ચીનનું એકમત થવું એ આશ્ચર્યની વાત નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપારિક મુદ્દાઓમાં 'અમેરિકા ફર્સ્ટ'ની પોલીસીથી ચીનની સામે એક મોટો પડકાર ઉભો થયો છે અને બંને દેશોની વચ્ચે શરૂ વ્યાપારિક વાતચીતની સકારાત્મક દિશામાં જવાનો કોઇ જ સંકેત નથી મળી રહ્યો. અમેરિકાએ 5.6 અરબ ડૉલર મૂલ્યની આયાતિત વસ્તુઓ પર ડ્યૂટી બેનિફિટ્સ હટાવીને ભારતને પણ વ્યાપારિક ઝટકો આપ્યો છે.