બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Where does the money come to the government and where is it spent?

Budget 2023 / એલાન પર એલાન: શું તમે જાણો છો કે સરકાર પાસે પૈસા આવે છે ક્યાંથી? આ રહ્યો એક-એક રૂપિયાનો હિસાબ-કિતાબ

Dinesh

Last Updated: 02:09 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની પાસે પૈસા મોટાભાગે ટેક્સ અને વિવિધ સરકારી ભંડોળ મારફતે આવે છે, GST પછી કોર્પોરેશન ટેક્સ, ઇન્કમ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને અન્ય ટેક્સ મારફતે સરકાર કમાણી કરે છે.

  • સરકાર પાસે ક્યાંથી પૈસા આવે છે અને કયાં ખર્ચાય છે, જાણો
  • સરકાર ઉધાર લેવડ દેવડમાં 35%, GSTમાંથી 16% કમાણી કરે છે
  • વ્યાજની ચૂકવણીમાં રકમ ખર્ચવામાં આવે છે જે લગભગ 20 ટકા


નિર્મલા સીતારમણ નાણા મંત્રી તરીકે લગાતાર પાંચમું બજેટ રજૂ કર્યું છે. બજેટ દરમિયાન સરકાર તરફથી નવી જાહેરાતોનું એલાન પણ કરાયું છે. જો બજેટ વિશે વાત કરીએ તો તેમાં લગભગ દરેક સેક્ટરનું બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. પરંતુ તેમ જાણો છો કે,  સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં ક્યાં ખર્ચ થાય છે. નાણાકીય વર્ષ 2022-23નો બજેટ 39.45 લાખ કરોડ રૂપિયા હતું, જાણીએ સરકાર પાસે ક્યાંથી પૈસા આવે છે અને કયાં ખર્ચાય છે.

સરકારને આવકનો સ્ત્રોત
સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે? સરકારી આંકડાઓ અનુસાર, તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા આપવામાં આવેલી બજેટ 2022ની નકલનું વિશ્લેષણ કરી જાણી શકાય છે કે, લોકો સામાન્ય રીતે જાણે છે તે રીતે કે, સરકારની પાસે પૈસા મોટાભાગે ટેક્સ અને વિવિધ સરકારી ભંડોળ મારફતે આવે છે, જેમાં સૌથી વધુ ઉધાર અને દેવા ફંડમાંથી આવક થતી હોય છે. ત્યારબાદ GST અને અન્ય કર દ્વારા પણ ઈન્કમ થતી હોય છે. સરકાર ઉધાર-લેવડ દેવડમાં 35 ટકા કમાણી કરે છે. 

સરકાર અહીંથી કમાણી કરે છે
ઉધાર લેવડ દેવડમાંથી: 35%
GST: 16%
કોર્પોરેશન ટેક્સમાંથી: 15%
આવકરમાંથી: 15%
કેન્દ્રીય ઉત્પાદનમાંથી: 7%
સીમા શુલ્ક: 5% 
બિન-કરવેરા આવક: 5 % 
દેવા મૂડીમાંથી વધારાની આવક: 2%
જો તમે એક રૂપિયાની કમાણી પર નજર નાખી સમજો તો 35 પૈસા સરકારને લોન અને અન્ય દેવામારફતે મળે છે. આ GST પછી કોર્પોરેશન ટેક્સ, ઇન્કમ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને અન્ય ટેક્સ મારફતે મળે છે. 

સરકારનો મહત્તમ ખર્ચ 
ઉપર જણાવ્યા અનુસાર થયેલી સરકારને આવકમાંથી જન કલ્યાણકારી યોજનાઓથી માંડીને બજેટમાં જણાવવામાં આવતી વિવિધ વિભાગોમાં ખર્ચાય છે. અર્થશાસ્ત્રીની મદદથી એક રૂપ રેખા તૈયાર કરવામાં આવે છે, કે કયા સેક્ટર અને કયા મંત્રાલયને કેટલા ફંડની જરૂર છે. આ પછી વિવિધ ક્ષેત્રો માટે બજેટની ફાળવણીની જાહેરાત કરવામાં આવે છે. મહત્તમ ખર્ચ વિશે વાત કરીએ તો સૌથી વધુ વ્યાજની ચૂકવણીમાં રકમ ખર્ચવામાં આવે છે જે લગભગ 20 ટકા છે.  

વ્યાજ ચુકવવામાં 20 ટકા ખર્ચ થાય છે જ્યારે ટેક્સ તેમજ અન્ય સુલ્કમાં રાજ્યોનો હિસ્સો 17 ટકા હોય છે,  15 ટકા કેન્દ્રીય સેક્ટરમાં યોજનાઓ માટે જ્યારે 9 ટકા નાણાં પંચ અને અન્ય ટ્રાન્સફરમાં 10% હોય છે.  નાણાં પંચ અને અન્યમાં 10% હોય છે. સબસિડી 8% સંરક્ષણ 8% અને પેન્શન 4% હોય છે

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2023  Budget news Gujarati Indian budget news in gujarati Union budget update બજેટ 2023 Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ