બ્રેકિંગ ન્યુઝ
VTV / Where does the defense budget of China and Pakistan stand in comparison to India, see figures
Megha
Last Updated: 05:11 PM, 1 February 2023
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરીએ સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું હતું અને આ વખતના કેન્દ્રીય બજેટમાં વર્ષ 2023-24 માટે ડિફેન્સ સેક્ટર માટે કુલ 5.94 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જે ગયા વર્ષે ભારતનું ડિફેન્સ બજેટ 5.25 લાખ કરોડ રૂપિયાથી હતું.નાણામંત્રી નિર્મલા સિતારામને બુધવારે કેન્દ્રીય બજેટ રજૂ કરતાં સંરક્ષણ ક્ષેત્ર માટે રૂ. 5.94 લાખ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે કુલ સંરક્ષણ બજેટમાંથી રૂ. 1.63 લાખ કરોડ (31 ટકા) પગાર માટે અને રૂ. 1.19 લાખ કરોડ (23 ટકા) પેન્શન માટે ફાળવવામાં આવશે.
2022ની સરખામણીમાં ડિફેન્સ બજેટમાં 10 ટકાનો વધારો
જણાવી દઈએ કે આ ડિફેન્સ બજેટ એ કુલ બજેટના 13.31 ટકા હતું. જેમાં ડિફેન્સ પેન્શન માટે રૂ. 1.19 લાખ કરોડની રકમનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ બજેટ ગત વર્ષ કરતા લગભગ દસ ટકા વધુ હતું અને છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર તેના ડિફેન્સ બજેટમાં વધારો કરી રહી છે.
ADVERTISEMENT
ગયા વર્ષ કરતાં 69,000 કરોડ વધારે મળ્યાં સંરક્ષણ સેક્ટરને
મોદી સરકારે ગત વર્ષે સંરક્ષણ માટે 5.25 લાખ કરોડ ફાળવ્યાં હતા પરંતુ આ વખતે એટલે કે 2023માં તેમાં 69,000 કરોડનો વધારો કરીને 5.94 લાખ કરોડ કર્યાં છે.
ડિફેન્સ ક્ષેત્ર મજબૂત બનાવવું જરૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારથી તેઓ ડિફેન્સ ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં ઘણું કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ડિફેન્સ ક્ષેત્રને મજબૂત બનાવવું એ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સાથે ભારત સરહદ પર ઘણી વખત તણાવ રહ્યો છે.
Ministry-wise allocation of #Budget2023
— Rishi Bagree (@rishibagree) February 1, 2023
Defence Budget got the highest allocation of Rs 5.94 lakh crore pic.twitter.com/oprF7kUzbQ
પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ ભારત કરતાં ઘણું પાછળ
પડોશી દેશો પાકિસ્તાનની સરખામણીમાં ભારતનું ડિફેન્સ બજેટ ઘણું આગળ છે. જો આપણે પાકિસ્તાનના બજેટની વાત કરીએ તો 2021માં પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ 11.3 અબજ ડોલર હતું. તે જ સમયે 2021 માં ભારતના ડિફેન્સ બજેટ માટે 76.6 બિલિયન ડોલર ફાળવવામાં આવ્યા હતા.
ચીનનું બજેટ ભારતના બજેટ કરતાં 4 ગણું વધારે
જો આપણે ચીનના સંરક્ષણ ક્ષેત્રના ખર્ચની વાત કરીએ તો વિશ્વ બેંકના આંકડા અનુસાર વર્ષ 2021માં ચીનનો સૈન્ય ખર્ચ 293.35 અબજ ડોલર હતો. તે જ સમયે ભારતે તે વર્ષે ડિફેન્સ પર 76.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. એટલે કે ચીનનું સંરક્ષણ બજેટ ભારતના કરતાં 4 ગણું વધુ છે.
અંહિયા ખાસ વાત એ છે કે ભારતનો ડિફેન્સ સેક્ટરમાં ખર્ચ ચીનની સરખામણીમાં ભલે ઓછો હોય પણ 2021માં ભારતે તેના જીડીપીના 3 ટકા ડિફેન્સ પર ખર્ચ્યા હતા. બીજી તરફ ચીને તેના જીડીપીના માત્ર 1.7 ટકા ડિફેન્સ ક્ષેત્રે ખર્ચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.