મહામંથન / ભ્રષ્ટાચારનો કાયદો કયાં પડે છે નબળો ? કૌભાંડ બાદ ભીનું કેમ સંકેલાઇ જાય છે?

સામાન્ય રીતે બંધારણના નિષ્ણાંતો એવુ કહેતા હોય છે કે કાયદો કયારેય નબળો બનતો નથી પરંતુ તેની છટકબારી અથવા અમલવારી એટલી ખોખલી હોય છે કે મજબૂતમા મજબૂત કાયદો પણ પોલો બની જાય છે. તાજેતરમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારના સારા એવા મામલા સામે આવ્યા જેમા બહુ ગાજેલો મામલો તાજેતરનો ડી.ડી.ચાવડાનો છે અને એ પહેલા 2017માં અમદાવાદમાં જે રોડ કૌભાંડ સામે આવ્યુ તેમા 23 ઈજનેરો સામે ચાર્જશીટ દાખલ થઈ તેનો છે. પરંતુ સવાલ એ છે કે આટઆટલી તપાસ થયા પછી શું. એવો કયો દાખલો બેસાડે તેવી ઘટના બની જેમા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓને ધૂળ ચટાડી દેવામા આવી હોય. સીએમ પારદર્શક વહીવટની વાત કરે પરંતુ કદાચ સીએમને પણ ખબર નહીં હોય કે જમીની હકીકત કંઈક જુદી છે. આખરે કાયદો કયાં નબળો પડે છે તે મુદ્દે આત્મમંથનનો સમય હવે પાકી ગયો છે અને આ જ વિષય પર છે આજનુ મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ