બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:29 PM, 14 January 2025
પ્રયાગરાજમાં યોજાઈ રહેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં નાગા સાધુઓ પધારી રહ્યા છે. નાગા સાધુઓ ભારતની પ્રાચીન સનાતન પરંપરાનો હિસ્સો છે. કુંભ મેળામાં આ સાધુઓ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંતુ કુંભમેળાની સમાપ્તી બાદ આ સાધુઓ જોવા મળતા નથી. જેથી અનેક લોકોને એ પ્રશ્ન થતો હોય છે કે કુંભ પહેલા અને બાદમાં નાગા સાધુઓ ક્યાં રહે છે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, નાગા સાધુઓ મોટાભાગે પોત પોતાના અખાડામાં રહેતા હોય છે. દેશમાં અનેક અખાડા છે, જે આ સાધુઓનું નિવાસસ્થાન હોય છે. આ અખાડા દેશના વિવિધ ભાગોમાં સ્થિત છે, જેમ કે હરિદ્વાર, વારાણસી, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. નાગા સાધુઓ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ પર્વતો, જંગલો અને ગુફાઓ જેવા શાંત અને એકાંત સ્થળોએ ધ્યાન અને સાધના કરવામાં સમય પસાર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.