બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : 'ખરગે નથી કહેતાં તેમનું ઘર કોણે સળગાવ્યું? યોગી આદિત્યનાથે વર્ણવી 'હોરર સ્ટોરી'

UP CMના ચાબખાં / VIDEO : 'ખરગે નથી કહેતાં તેમનું ઘર કોણે સળગાવ્યું? યોગી આદિત્યનાથે વર્ણવી 'હોરર સ્ટોરી'

Last Updated: 05:11 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને તેમના આરોપનો જવાબ આપ્યો છે.

સાધુના વેશમાં નેતાઓવાળી કોંગ્રેસ અધ્યક્ષ ખરગેની ટીપ્પણીનો યુપીના સીએમ યોગી આદિત્યનાથે જવાબ આપ્યો છે. યોગીએ ખરગેને તેમના બાળપણમાં બનેલી એક ખૌફનાક ઘટનાની યાદ અપાવી હતી જેમાં ઘટનામાં હૈદરાબાદના નિઝામી રાજ્યમાં આવતાં તેમના ગામમાં ખરગેનું ઘર બાળી નાખવામાં આવ્યું હતું અને તેમની માતા, બહેન અને પરિવારના સભ્યોના મોત થયાં હતા.

ખરગે જવાબ આપે તેમનું ઘર કોણે બાળી નાખ્યું?

યોગીએ કહ્યું કે આ દિવસોમાં ખડગેજી મારા પર ગુસ્સે થઈ રહ્યા છે... ખડગે જી , મારા પર ગુસ્સે ન થાઓ. હું તમારી ઉંમરનું સન્માન કરું છું. જો તમારે ગુસ્સો કરવો હોય તો... હૈદરાબાદના નિઝામ પર ગુસ્સો કરો. નિઝામના માણસોએ તમારુ ઘર બાળી નાખ્યું હતું, તેમણે હિંદુઓને નિર્દયતાથી મારી નાખ્યાં હતા જેમાં તમારી આદરણીય માતા, બહેન અને પરિવારના સભ્યો સામેલ હતા. તેમણે કહ્યું કે તેમનું ગામ હૈદરાબાદના નિઝામ હેઠળ હતું... જ્યારે ભારત અંગ્રેજોના શાસનમાં હતું. ત્યાં આગ લાગી હતી... આ ત્યારે હતું જ્યારે હિંદુઓને વીણી-વીણીને મારવામાં આવી રહ્યાં હતા અને આગમાં તેમનું ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું. તેમની માતા અને પરિવારની હત્યા કરવામાં આવી હતી પરંતુ ખડગે જી આ કહેતા નથી.

ખરગે શું બોલ્યાં હતા

એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ કહ્યું હતું કે ઘણા (રાજકીય) નેતાઓ સાધુઓના વેશમાં રહે છે અને રાજકારણીઓ બને છે... કેટલાક તો મુખ્યમંત્રી પણ બને છે. તેઓ ગેરુ (ભગવા) વસ્ત્રો પહેરે છે અને તેમના માથા પર વાળ નથી. હું કહીશ કે તમે સફેદ વસ્ત્રો પહેરો અથવા રાજકારણમાંથી બહાર થઈ જાઓ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yogi Aadityanath kharge Maharastra Assembly Polls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ