બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ક્યારે આવશે Avatarનો ત્રીજો પાર્ટ? સામે આવી સૌથી મોટી અપડેટ, જેમ્સ કેમેરોને દેખાડી ઝલક

હોલિવુડ / ક્યારે આવશે Avatarનો ત્રીજો પાર્ટ? સામે આવી સૌથી મોટી અપડેટ, જેમ્સ કેમેરોને દેખાડી ઝલક

Last Updated: 03:40 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક જેમ્સ કેમરોને તેમની આગામી ફિલ્મ 'અવતારઃ ફાયર એન્ડ એશ' વિશે અપડેટ આપ્યું છે.

Avatar 3 Latest Update: હોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક જેમ્સ કેમરોને તેમની આગામી ફિલ્મ 'અવતારઃ ફાયર એન્ડ એશ' વિશે અપડેટ આપ્યું છે. આ સાથે તેણે પેન્ડોરાની નવી દુનિયાની રોમાંચક ઝલક બતાવી છે.

હોલીવુડના દિગ્દર્શક જેમ્સ કેમરોને તમને પેન્ડોરાની નવી દુનિયાની સફર પર લઈ જવા માટે અપડેટ આપ્યું છે. તેણે પોતાની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'અવતાર'નો ત્રીજો ભાગ લાવવાની તૈયારી કરી લીધી છે. 'અવતારઃ ફાયર એન્ડ એશ' દ્વારા તેણે થોડા સમય પહેલા ફેન્સ સાથે પાંડોરાની અદ્ભુત દુનિયાની એક ઝલક શેર કરી છે, જેનાથી લોકોનો ઉત્સાહ વધી ગયો છે. ડિઝની દ્વારા કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં નવી નવી જાતિઓ અને હર્યાભર્યા એલિયન દુનિયાના સોનેરી દ્રશ્યો જોઈ શકાય છે. બ્રહ્માંડની આ અદભૂત ઝલકની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ત્રીજા પાર્ટનો ફસ્ટ લુક આઉટ

તમને જણાવી દઈએ કે ‘અવતાર’ અને ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ની સફળતા બાદ મેકર્સે આગામી ભાગ ‘અવતારઃ ફાયર એન્ડ એશ’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમ્સ કેમરન અને જોન લેન્ડો આ ફિલ્મને સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી રહ્યા છે. જોકે, ફિલ્મની રિલીઝમાં હજુ ઘણો સમય છે કારણ કે મેકર્સ તેને 2025માં સિનેમાઘરોમાં રિલીઝ કરશે. દરમિયાન ડિગ્જીએ ત્રીજા ભાગ માટે થીમ જાહેર કરી છે. પંડોરાની નવી દુનિયાની ઝલક પણ ચાહકો સાથે શેર કરી.

Website_Ad_1_1200_1200.width-800

આ પણ વાંચોઃ Photos / અલાયા એફ નીકળી ફેમિલી ડિનર પર, જેને શેર કરેલી તસવીરોએ સોશ્યલ મીડિયામાં આગ લગાવી દીધી

અવતાર 3 ક્યારે રિલીઝ થશે?

રોટન ટોમેટોઝ પર 'અવતારઃ ફાયર એન્ડ એશ'ના નવા પાન્ડોરાની તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં બે નાવી જોવા મળે છે. તેમના સિવાય સમુદ્રની ઝલક, નવી વિશ્વ અને એક બલૂન બતાવવામાં આવે છે. આ તસવીરો દ્વારા નિર્માતાઓએ સંકેત આપ્યો છે કે અવતારના આગામી ત્રીજા હપ્તામાં પેન્ડોરાની દુનિયા કેવી રીતે અલગ બનાવવામાં આવી છે. આ સાથે મેકર્સે અવતાર 3ની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 19 ડિસેમ્બર 2025ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

avatar sequel Avatar3 James Cameron
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ