બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / When will the price of petrol-diesel go up, the first big statement from the government, find out what was said

ખુલાસો / ક્યારે વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ,સરકાર તરફથી આવ્યું પહેલું મોટું નિવેદન, જાણો શું કહેવાયું

Hiralal

Last Updated: 04:24 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી બાદ ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો થશે તેવી અટકળો પર મંગળવારે સરકાર તરફથી નવેસરથી પ્રતિક્રિયા આવી હતી.

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12થી 15 રુપિયાના વધારાની ચર્ચા
  • 10 માર્ચે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ વધી શકે ભાવ
  • કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની ચર્ચા ચાલી રહી છે. લોકોને પણ જાણવામાં રસ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે અને કેટલો વધારો થશે. આવી ચર્ચા વચ્ચે સરકાર તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. 

જાણો પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ શું કહ્યું 

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને લઈને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ટૂંક સમયમાં નિર્ણય લેશે.તેમણે ઇશારો કર્યો કે તેલ કંપનીઓ ટૂંક સમયમાં જ આ અંગે જાહેરાત કરી શકે છે. વૈશ્વિક ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે યુક્રેન અને રશિયામાં શું થઈ રહ્યું છે, જુઓ કે વૈશ્વિક સ્થિતિ શું છે. આવી સ્થિતિમાં, તેલ કંપનીઓ નિર્ણય લેશે. ચૂંટણીના કારણે ભાવો વધી રહ્યા નથી એમ કહેવું બુદ્ધિહીન છે. આપણે માત્ર એટલું જ આશ્વાસન આપી શકીએ કે આપણી ઊર્જાની જરૂરિયાતો પૂરી થતી રહેશે. 

કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવને અંકૂશમુક્ત કર્યાં હતા 
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓના ટોણાનો જવાબ આપતા યાદ અપાવ્યું કે, કેવી રીતે કોંગ્રેસના સમયમાં પેટ્રોલિયમના ભાવને નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા હતા.પેટ્રોલિયમ મંત્રીએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે, "એક યુવા નેતા સતત લોકોને ટેન્કો ભરવા માટે કહી રહ્યા છે કારણ કે ડીઝલ-પેટ્રોલ ફક્ત ચૂંટણી સુધી જ સસ્તું છે. ગંભીરતાથી કહું તો, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે તેઓએ પેટ્રોલિયમના ભાવોને નિયંત્રિત કર્યા હતા. અમે ગયા વર્ષે નવેમ્બરમાં સેન્ટ્રલ એક્સાઇઝમાં પણ ઘટાડો કર્યો હતો.

 ફટાફટ ટાંકી ફૂલ કરાવી લેજો, ચૂંટણીની સિઝન પૂરી થઈ-રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ આ વિશે ટ્વીટ કર્યું હતું. તેમણે સરકાર પર નિશાન સાધ્યું હતું અને ટ્વીટ કર્યું હતું કે, ફટાફટ ટાંકી ફૂલ કરાવી લેજો, મોદી સરકારની ચૂંટણી ઓફર પૂરી થવા જઈ રહી છે.

10 માર્ચ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12થી 15 રુપિયાનો વધારાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે 10  માર્ચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12થી 15 રુપિયાના વધારાની ચર્ચા ચાલી રહી છે. 

ક્રૂડ ઓઈલ 14 વર્ષના ઉચ્ચતમ સ્તર પર

4 નવેમ્બરથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે ઘણી જગ્યાએ ડીઝલ અને પેટ્રોલ બંને 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા હતા. આ પછી સરકારે સેન્ટ્રલ એક્સાઈઝમાં કાપ મૂક્યો હતો. જ્યારે નવેમ્બરમાં એક્સાઇઝમાં કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ક્રૂડ ઓઇલ 82 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું. વર્ષ 2008થી અત્યાર સુધી ક્રૂડ ઓઇલ વૈશ્વિક બજારની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ હવે 140 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. આ રીતે તે 60 ટકાથી વધુ વધી ગયો છે. આ કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો લગભગ નક્કી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hardeep Singh Puri diseal prices petrol diseal prices કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પેટ્રોલ-ડીઝલ ભાવવધારો હરદીપ સિંહ પુરી petroleum minister hardeep puri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ