મહામંથન / ગુજરાતમાં વિવિધ ભરતી પર ક્યારે લેવાશે નિર્ણય?

છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતી પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ છે...તેની પાછળનું કારણ માગ અને આંદોલન પણ છે. એક તરફ જૂના ઠરાવ રદ કરવાની માગ કરાય છે...તો બીજી બાજુ ઠરાવને ચાલુ રાખવાની માગ. આ બધી ઘટનાની વચ્ચે સરકાર બન્ને પક્ષોને સાંભળવામાં અને કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવામાં વિક્ષેપનો સામનો કરી રહી છે. સરકારને શિક્ષિત બેરોજગાર સમિતિએ રજૂઆત કરી. જોકે સરકાર સાથે થયેલી મુલાકાતમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ નથી આવ્યુ અને ભરતીઓ અંગે કોઈજ નિર્ણય નથી લેવાયો. તો વર્ષ 2018ના પરિપત્ર મુદ્દે પણ કોઈ ચર્ચા નથી થઈ. બિનસચિવાલયની ભરતી હોય કે બાકી રહેલી કેટલીક જૂની ભરતી આ તમામ મુદ્દે રજૂઆતો થઈ. જોકે અંહી સવાલ એ થાય છે કે બેઠકમાં કોઈ નિર્ણય જ ના લેવાયો. કોઈ મુદ્દા જ ના ચર્ચાય અને કોઈ નિષ્કર્ષ ના નીકળે તો બેઠકનો મતલબ શું. વિવિધ ભરતી પરનો નિર્ણય ક્યારે લેવાશે. સરકાર સામે અનામત અને બિન અનામત વર્ગની માગણીઓ પર ક્યારે લેવાશે નિર્ણય. 2018ના ઠરાવ અને વિવિધ ભરતીના નિર્ણયો પર ક્યારે વાગશે મહોર. આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ