બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:56 PM, 20 January 2025
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પ આજે એટલે કે, 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ ઐતિહાસિક અવસરની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ વખતે જોરદાર ઠંડીને કારણે શપથ ગ્રહણ સમારોહ US કેપિટોલના રોટુન્ડાની અંદર યોજાશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ અમેરિકામાં બપોરે 12 વાગ્યે (EST) થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે 10:30 વાગ્યે (IST) શરૂ થવાનો છે.
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાના કાર્યકાળના પહેલા દિવસે 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઈન કરવાની યોજના બનાવી છે. જેમાં સરહદ સુરક્ષા, ઊર્જા નીતિઓ અને અન્ય મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહનું અનેક અમેરિકન ન્યૂઝ ટીવી ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેમાં NBC, CNN, ABC, CBS, ફોક્સ ન્યૂઝ અને C-Span જેવા ન્યૂઝ નેટવર્કનો સમાવેશ થાય છે, જેના પર લોકો આ સમારોહ જોઈ શકે છે. આ સિવાય વ્હાઇટ હાઉસ તેની સત્તાવાર વેબસાઇટ પર સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરશે, જેને બાકીના વિશ્વમાં રહેતા લોકો પણ જોઈ શકશે.
આ સમારોહમાં અનેક હસ્તીઓ હાજરી આપશે, જેમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિઅર માઈલી, ઇટાલીના વડા પ્રધાન જિયોર્જિયા મેલોની, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગ, એલોન મસ્ક અને મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સમારોહમાં હાજરી નહીં આપે તે તેમના એક પ્રતિનિધિને મોકલશે. તો પેન્સિલવેનિયા એવન્યુ પર એક સેલિબ્રેશન પરેડ યોજાશે, જેમાં લશ્કરી રેજિમેન્ટ, બેન્ડ અને ફ્લોટ્સ રજૂ કરવામાં આવશે. આ પરેડ શપથ ગ્રહણ સમારોહનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઐતિહાસિક ક્ષણ મનાય છે. આ સમારોહમાં સામેલ થયેલા મુખ્ય મહેમાનો અને ટ્રમ્પનીપહેલા દિવસની યોજનાઓ તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. ટ્રમ્પ પોતાનો બીજો કાર્યકાળ કેવી રીતે શરૂ કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.