સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ બોલિવૂડમાં વિવાદોનું મોજું ફરી વળ્યું છે. નેપોટિઝ્મ, ગ્રુપિઝ્મ અને ઈનસાઈડર્સ અને આઉટસાઈડર્સને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ સિવાય જાણીતા મ્યુઝિક કંપોઝર એ આર રહેમાને પણ બોલિવૂડ ગેંગ વિશે કેટલીક વાતો જણાણી છે. સાથે જ સાઉન્ડ ડિઝાઈનર અને એડિટર રેસુલ પુકુટ્ટીએ પણ કહ્યું હતું કે ઓસ્કર જીત્યા બાદ પણ તેને સાઈડલાઈન કરવામાં આવ્યો છે.
હાલ બોલિવૂડમાં એવોર્ડ્સને લઈને વિવાદ સર્જાયો છે
તો દિવંગત એક્ટર રીષિએ પણ ખરીદ્યો હતો એવોર્ડ
40 વર્ષ પહેલાં 30 હજારમાં ખરીદ્યો હતો એવોર્ડ
આ દરમિયાન હવે બોલિવૂડમાં એવોર્ડ્સ શોને લઈને પણ વિવાદ સર્જાયો છે. થોડાં સમય પહેલા સિંગર મનોજ મુંતશીરને તેના ગીત તેરી મિટ્ટી માટે ફિલ્મફેર એવોર્ડ ન મળતા આઘાત લાગ્યો હતો અને તેમણે ભવિષ્યમાં કોઈપણ એવોર્ડ શોમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પહેલાં પણ એવોર્ડ શોને લઈને ઘણાં વિવાદ થયા છે. બોલિવૂડના દિવંગત અભિનેતા રીષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફીમાં જણાવ્યું છે કે તેમણે 50 વર્ષ પહેલાં 30 હજાર રૂપિયા આપીને એવોર્ડ ખરીદ્યો હતો.
રીષિ કપૂરે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેમના પિતા રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમાં બાળ કલાકાર તરીકે 1970માં કરી હતી. ત્રણ વર્ષ પછી 1973માં રીષિ કપૂરે લીડ એક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નામ બોબી હતું. ડિમ્પલ કાપડિયાએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં રીષિ કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જોકે આ એવોર્ડ મેળવવા તેમણે 30 હજાર રૂપિયા આપ્યા હતા.
રીષિ કપૂરે 2017માં તેમની આત્મકથામાં ઓપનલી આ વાત સ્વીકારી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે એ સમયે તેઓ ખૂબ જ યંગ હતા અને ફિલ્મની સક્સેસથી તેઓ ખૂબ જ ખુશ હતા. જેથી તેમણે એવોર્ડ ખરીદવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમણે તેમની ભૂલ માની હતી અને કહ્યું હતું કે આજે પણ એ વાતનો તેમને પસ્તાવો છે.