When Jaya Bachchan was about to slap Shahrukh Khan
ખુલાસો /
જ્યારે શાહરૂખને થપ્પડ મારવા ઇચ્છતા હતા જયા બચ્ચન, વહુ ઐશ્વર્યા પર કરી હતી આવી કમેન્ટ
Team VTV01:51 PM, 02 Nov 19
| Updated: 01:52 PM, 02 Nov 19
બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનનો આજે બર્થ ડે છે. ઘણી હિટ ફિલ્મો આપનારા શાહરૂખનું કદ બોલિવુડમાં દિવસેને દિવસે વધી રહ્યુ છે જોકે તેમ છતાં એક્ટ્રેસ જયા બચ્ચને એક એવું નિવેદન આપ્યુ હતુ કે તેઓ શાહરૂખ ખાનને થપ્પડ મારવા ઇચ્છે છે.
બોલિવુડના કિંગખાન શાહરૂખે બચ્ચન પરિવારની વહૂ ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે જેમાં 'જોશ' 'મોહબ્બતે' 'દેવદાસ' જેવી ફિલ્મો શામેલ છે. એક સમય હતો જ્યારે સલમાન ઐશ્વર્યાની પાછળ પાગલ હતો. જ્યારે ઐશ્વર્યા શાહરૂનની સાથે કામ કરી રહી ત્યારે સલમાનને આ બંનેનું એકસાથે કામ કરવું પસંદ આવ્યુ ન હતુ જે પછી સલમાન સેટ પર જઇને શાહરૂખ ખાનને ખૂબ જ સાચ્ચુ ખોટું સંભળાવ્યુ હતુ. જે પછી ઐશ્વર્યાને તે ફિલ્મ છોડવી પડી હતી.
આ દરમિયાન શાહરૂખે પણ ઐશ્વર્યા માટે કેટલીક ખોટી વાતો કહી દીધી હતી. ઐશ્વર્યાના લગ્ન અભિષેક બચ્ચન સાથે થઇ ચૂક્યા હતા. શાહરૂખનનું નિવેદન સાંભળીને ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન ખૂબ નારાજ થઇ ગયા હતા ત્યાં સુધી કે તેઓ શાહરૂખને લાફો મારવાની વાત કહી ચૂક્યા હતા.
શાહરૂખ ખાન અને જયા બચ્ચન ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં કામ કરી ચૂકયા છે. આ ફિલ્મમાં જયા બચ્ચન શાહરૂખ ખાનની માતાના કેરેક્ટરમાં હતા. સલમાન અને શાહરૂખના આ ઝઘડા પછી એક મેગેઝિનમાં વાત કરતા સમયે જયા બચ્ચને કહ્યુ કે શાહરૂખ માટેની નારાજગી વ્યકત કરી હતી. જયા બચ્ચને કહ્યુ કે ''હા હું આવુ ચોક્કસથી કરતી જોકે મને હજુ પણ તેની સાથે વાત કરવાનો મૌકો મળ્યો નથી. આ વિવાદને લઇને ચોક્કસથી તેની સાથે વાત કરીશ. હું તેને એજ રીતે લાફો મારી દેતી જેમ એક માં પોતાના દિકરાને મારતી. મારો શાહરૂખ સાથે સારો સંબંધ છે.''
જયા બચ્ચને 'Happy New Year' ફિલ્મની રિલીઝ પછી શાહરૂખ ખાન પર નિશાનો સાધતા કહ્યુ કે ''આ બકવાસ ફિલ્મ હતી જો આ ફિલ્મમાં મારો દિકરો અભિષેક બચ્ચન ના હોત તો આ ફિલ્મ ક્યારેય ના જોતી.''
શાહરૂખ ખાને પણ જયા બચ્ચનની આ કમેન્ટ પર પલટવાર કરતા કહ્યુ કે ''અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અમર-અકબર-એન્થની' બકવાસ ફિલ્મ હતી. જોકે આજે પણ તેને સૌથી વધારે એન્ટરટેનિંગ ફિલ્મમાંથી એક માનવામાં આવે છે.''