બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / when is mahashivratri 2023 maha shivratri par shani ke upay

Mahashivratri 2023 / શનિથી જોડાયેલા તમામ કષ્ટ થઈ જશે દૂર; મહાશિવરાત્રી પર અચૂક કરી લો આ ઉપાય

Premal

Last Updated: 04:41 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

18 ફેબ્રુઆરી શનિવારે મહાશિવરાત્રિ મનાવવામાં આવશે. આ વર્ષે મહાશિવરાત્રિએ શનિનુ પોતાની રાશિ કુંભમાં રહેવાનુ દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં કરવામાં આવેલા ઉપાય સાડાસાતી, ઢૈયાના કષ્ટમાંથી છૂટકારો અપાવશે.

  • 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ મનાવવામાં આવશે
  • મહાશિવરાત્રિએ કરો આ વિશેષ ઉપાય
  • સાડાસાતી, ઢૈયાના કષ્ટમાંથી છૂટકારો અપાવશે

આ વખતે મહાશિવરાત્રિએ શનિ ગ્રહને લઇને દુર્લભ યોગ

સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રિ મનાવવામાં આવે છે. આ વખતે શનિ ગ્રહને લઇને દુર્લભ યોગ બની રહ્યો છે, જેમાં શિવ પૂજા કરવાથી શિવ અને શનિ બંને પ્રસન્ન થશે. 30 વર્ષ બાદ મહાશિવરાત્રિએ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે. 

મહાશિવરાત્રિએ શનિ પૂજાનો વિશેષ સંયોગ 

ચૌદસ તિથિના દિવસે તેરસ પણ પડી રહી છે. એવામાં શનિ પ્રદોષ અને મહાશિવરાત્રિનો અદભૂત સંયોગ બની રહ્યો છે. આ સંયોગમાં કરવામાં આવેલા શનિના ઉપાય બધા દુ:ખમાંથી છૂટકારો અપાવે છે. જે લોકો પર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે તેમણે જરૂર આ ઉપાય કરવા જોઈએ. આમ કરવાથી ધન-સમૃદ્ધી, સુખ, સારું સ્વાસ્થ્ય બધુ મળે છે. 

મહાશિવરાત્રિએ શનિ દોષ દૂર કરવાના ઉપાય

  1. મહાશિવરાત્રિએ શનિ દોષ દૂર કરવા માટે શિવલિંગ પર ગંગાજળમાં કાળા તલ નાખીને અર્પણ કરો. આ સાથે અભિષેક કરતી સમયે શિવ સહસ્ત્રનામનો જાપ કરો. આમ કરવાથી શનિ સાથે જોડાયેલા બધા દુ:ખ દૂર થશે. આ સાથે ભોળાનાથ પણ ખૂબ મહેરબાન થશે.
  2. શનિના પ્રકોપથી બચવા માટે મહાશિવરાત્રિએ સવારે શુભ મુહૂર્તમાં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરો. આ સાથે શિવ ચાલીસાનો પાઠ કરો.
  3. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અને શમીના ફૂલ અર્પણ કરો. શનિ દેવ શિવજીના ભક્ત છે. શિવલિંગ પર શનિના પ્રિય શમીના ફૂલ અર્પણ કરવાથી સાડાસાતી, ઢૈયાના દુખમાંથી મુક્તિ મળે છે. જીવનમાં આનંદ આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mahashivratri 2023 Shani Dhaiya Shanidev shani sadesati શનિ ઢૈયા શનિ સાડાસાતી Mahashivratri 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ