When I started the washing machine in Palanpur of Banaskantha, the women's outpost woke up .. Find out what happened then?
OMG /
બનાસકાંઠાના પાલનપુરમાં વોશિંગ મશીન ચાલુ કર્યું તો મહિલા ચોકી ઉઠી.. જાણો પછી શું થયું ?
Team VTV09:31 AM, 29 Jun 21
| Updated: 09:40 AM, 29 Jun 21
બનાસકાંઠાના પાલનપુરમાં એક અજીબ ઘટના સામે આવી, તમને જાણી નવાઈ પામશો અને બોલી ઉઠશો કે આવું તે કાંઈ બનતું હશે
બનાસકાંઠાના પાલનપુરની રાધે રેસિડેન્સીની ઘટના
મકાનમાં પડેલા વોશિંગ મશીનમાંથી નિકળ્યા સાપ
કપડા ધોવા જતા મહીલાની નજર સાપ ઉપર પડી
બનાસકાંઠાના પાલનપુરમાં એક અજીબ ઘટના સામે આવી, તમને જાણી નવાઈ પામશો અને બોલી ઉઠશો કે આવું તે કાંઈ બનતું હશે પરતું પાલનપુરની રાધે રેસિડેન્સીમાં એક મકાનમાં સાપ ઘૂસી ગયો એમાં તો કાંઈ નવાઈ જેવું નથી પરતું આ સાપ મકાનમાં પડેલા વોશિંગ મશીનમાં ઘૂસી જતા પરિવારના સભ્યોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. અને તેમાઈ તે વધુ નવાઈ તો ત્યારે થઈ જ્યારે ખબર પડી કે મશીનમાં એક નહીં બલ્કે ચાર સાપ ઘૂસી ગયા છે.
મકાનમાં પડેલા વોશિંગ મશીનમાંથી નિકળ્યા સાપ
મકાનમાં ચાર સાપ ઘૂસી ગયા હોવાનું ધ્યાને આવતા જ પરિવારજનોમાં કમકમી છુટી ગઈ હતી ઘરમાં પરિવારના સભ્યોમાં ભયભિત બની ગયા હતા મહિલા જ્યારે કપડાં ધોવા માટે જતી હતી ત્યારે મહિલાની નજર સાપ ઉપર પડતા ગભરાઈ ગઈ હતી અને ઘરમાં પતિદેવને જાણ કરી પરતું પતિએ જ્યારે વોશિંગ મશીનમાં નજર કરી જોયું તો ચાર જેટલા સાપ વોશિંગ મનીશમાં ઘૂસી ગયા હતા.
મશીનમાંથી સાપ બહાર નિકાળી સુરક્ષિત સ્થળે છોડાયા
સમગ્ર ઘટનાની જાણ વનવિભાગના અધિકારીઓને કરવામાં આવી જેથી નુકસાન પહોંચાડ્યા વિના જ બહાર કાઢી શકાય જો કે અંતે છેવટે તમામ સાપને વોશિંગ મશીનમાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ પરિવારજનોએ હાશકારો લીધો હતો.