એક દુલ્હન તૈયાર થઇને ઉભી છે અને તેના મિત્રો તેને સ્વિમિંગ પૂલમાં ફેંકી રહ્યાં છે. સ્વિમિંગ પૂલમાં ફેંકવાનો આ વીડિયો હલ્દીની સેરેમની દરમ્યાનનો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે યુવતીનો આ વીડિયો છે, તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.
તૈયાર થયેલી દુલ્હનને તેના મિત્રોએ સ્વિમિંગ પુલમાં ફેંકી
આ વીડિયો સો. મીડિયામાં થયો વાયરલ
કૃતિકા ખુરાનાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો
એક દુલ્હનને તેના મિત્રોએ સ્વિમિંગ પૂલમાં ફેંકી
વીડિયોમાં જોવા મળે છે કે આ બધુ ફની અંદાજમાં થયુ. વાયરલ વીડિયોમાં દેખાઇ રહેલી યુવતી કૃતિકા ખુરાના છે. તે યુ-ટ્યુબ પર ખૂબ લોકપ્રિય છે. તેના સાડા છ લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે. યુ-ટ્યુબ પર જે જાણકારી તેમણે તમારા અંગે આપી છે, તે મુજબ તે ફેશન ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશન કરી ચૂકી છે. તે આઉટફિટ વીડિયો, હેરસ્ટાઈલ ટ્યુટોરિયલ, ટ્રાવેલ અને DIYs વીડિયો બનાવે છે. જેને લોકો વધુ પસંદ કરે છે. કૃતિકા ખુરાનાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તેના મિત્રો તેને સ્વિમિંગ પૂલમાં ફેંકી દે છે. તો આ વીડિયોમાં વધુ એક યુવતી પણ પહેલાથી જ સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. જે તેને સંભાળે છે. આ વીડિયોને દોઢ લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
તો આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે, @realakashagrawalએ લખ્યું કે દીક્ષા પહેલા જ પાણીની અંદર તેને સંભાળવા માટે પહોંચી ગઇ છે. સૌમ્યા મહેશ્વરી નામની યુઝરે લખ્યું, તમારી બહેનને ખૂબ પ્રેમ, તમારી સારસંભાળ માટે પહેલાથી જ ત્યાં છે.