બ્રેકિંગ ન્યુઝ
VTV / When Did Gandhi Photo Came On Indian Currency
Juhi
Last Updated: 03:57 PM, 3 October 2019
છેલ્લા થોડા વર્ષોમાં નોટોમાં મોટા ફેરફાર થયા છે. પહેલાના વર્ષોમાં તેમાં અનેક પ્રકારના પરિવર્તન કરવામાં આવ્યા હતા .પરંતુ આ તમામ બદલાવો વચ્ચે પણ એક ચીજ નથી બદલાઇ તે છે મહાત્મા ગાંધીનો ફોટો. આવામાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે નોટ પર છપાતો ગાંધીજીનો ફોટો ક્યાંથી આવ્યો? આ ફોટો કોણે પાડ્યો હતો અને ભારતીય રૂપિયા પર તેની પહેલી વખત પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો?
ADVERTISEMENT
નોટો પર ગાંધીજીનો ફોટો 1969માં છપાયો હતો, આ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતુ. ત્યારે 5 અને 10 રૂપિયાની નોટ પર ગાંધીજીનો ફોટો છપાયેલો હતો. મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. 1969માં ગાંધીજીનો ફોટો છપાયો તેમાં પાછળ સેવાગ્રામ આશ્રમ પણ દેખાતો હતો.
ADVERTISEMENT
1996માં પહેલી વખત મહાત્મા ગાંધીની તસવીરવાળી નોટોની સીરિઝ રિલીઝ કરવામાં આવી હતી. આપણે બાપુનો જે ફોટો નોટ પર જોઇએ છીએ તેને વાઇસરૉય હાઉસ (રાષ્ટ્રપતિ ભવન)માં 1946માં પાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ બર્મા (મ્યાનમાર) અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કાર્યરત પેથિક લોરેન્સને મળવા પહોંચ્યા હતા. ત્યારે પડાયેલા ગાંધીજીના ફોટાને ભારતીય નોટો પર છાપવામાં આવે છે. આ કયા ફોટોગ્રાફરે પાડ્યો તે અંગે જાણકારી મેળવી શકાઈ નથી.
ગાંધીજી પહેલા ભારતીય નોટ પર અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવતો હતો. રિઝર્વ બેંકે 1996માં નોટની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોને સ્થાન આપવામાં આવ્યુ છે. અશોક સ્તંભને નોટની નીચેની ડાબી તરફ રાખવામાં આવ્યો છે. આ સ્તંભ હવે જમણી બાજુ નીચેની તરફ જોવામાં મળે છે.
અશોક સ્તંભ અને મહાત્મા ગાંધીના ફોટા પહેલા ભારતીય રૂપિયા પર કિંગ જ્યોર્જના ફોટો છપાતો હતો. આ નોટ 1949 સુધી ચલણમાં હતી. ત્યાર પછી અશોક સ્તંભના ફોટોવાળી નોટ આવી હતી.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ બધી જ નોટો પર વોટર માર્ક એરિયામાં ગાંધીજીનો ફોટો છાપાવાનું સૂચન કેન્દ્ર સરકારે 15 જૂલાઇ 1993ના રોજ આપ્યુ હતુ. નોટમાં જમણી બાજુ ગાંધીજીનો ફોટો છાપવાનું સૂચન 13 જૂલાઈ 1995માં એ સમયથી કેન્દ્ર સરકારે આપ્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.