બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / when buying a second hand car those things do keep in mind

તમારા કામનું / જુનામાં કાર ખરીદતા પહેલા ખાસ ધ્યાનમાં રાખો આટલી વાતો, નહીં તો આવશે મોટો ખર્ચો

Arohi

Last Updated: 04:30 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુની કાર સસ્તામાં ઉપલબ્ધ હોય છે પરંતુ તેની સાથે એક જોખમ પણ છે કે જો તમારી પાસે કોઈ ખરાબ કાર આવી ગઈ તો પછી તેની પાછળ તમારે મોટી કિંમત ચુકવવી પડી શકે છે.

  • જુનામાં કાર લેતા પહેલા ખાસ વાંચો 
  • આટલી બાબતોનું રાખો ધ્યાન 
  • નહીં તો આવશે મોટો ખર્ચો 

જુની કાર સસ્તામાં મળી જાય છે પરંતુ તેની સાથે રિસ્ક પણ તેટલું જ હોય છે કે જો તમને ખરાબ હાલતમાં કાર મળે છે તો પછી તેની તમને મોટી કિંમતમાં ચૂકવી પડી શકે છે. એટલા માટે એ જરૂરી છે કે જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદો ત્યારે તેની સંપૂર્ણ તપાસ કરો અને પછી જ કાર ખરીદવાનું નક્કી કરો. 

ઘણી વખત એવું બને છે કે લોકો કારની યોગ્ય રીતે જાળવણી નથી કરતા અને તે પછી જ્યારે તે કાર ખરાબ હાલતમાં પહોંચી જાય છે ત્યારે તેને વેચી દે છે. જો તમે ભૂલથી પણ આવી કાર ખરીદી લો તો બાદમાં તમને પસ્તાવો થઈ શકે છે. તેથી ચાલો અમે તમને જણાવીએ કે જુનામાં કાર ખરીદતી વખતે તમારે કઈ પાંચ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

એન્જિન
કારનું એન્જિન એ સૌથી વધારે કોમ્પ્લિકેટેડ ભાગ છે. જો આમાં કોઈ સમસ્યા આવે તો તમને મોટો ખર્ચ આવી શકે છે. એટલા માટે કારનું એન્જિન કોઈ મિકેનિકને સારી રીતે ચેક કરાવો. તે પણ કોઈ વિશ્વાસ પાત્ર મિકેનિકને જ તે બતાવો. તે એન્જિનને પાસ કરે ત્યાર બાદ જ તેને ખરીદવાનો આગ્રહ રાખો. 

સસ્પેન્શન અને સ્ટીયરિંગ 
કારનું સસ્પેન્શન અને સ્ટીયરીંગ પણ જરૂર ચેક કરો. જો આમાંથી કોઈ અવાજ આવતો હોય તો જુઓ કે કઈ વસ્તુનો અવાજ છે. કારના આ બંને પાર્ટ્સ ઘણા મોંઘા હોય છે. જો તમારે કાર ખરીદ્યા પછી તેને બદલવાના થાય તો તે તમને મોટો ખર્ચ કરાવી શકે છે.

ઈલેક્ટ્રિકલ્સ 
જ્યારે પણ તમે સેકેન્ડહેન્ડ કાર ખરીદવા જાવ ત્યારે ઈલેક્ટ્રિશિયનને સાથે લઈ જાઓ અને તેને કારની ઈલેક્ટ્રીકલ્સ બતાવો. થોડા સમય પછી, કારના ઇલેક્ટ્રિકલ્સ ફેલ થવા લાગે છે, જે તમને પછીથી મુશ્કેલીમાં મૂકી શકે છે.

રસ્ટિંગ
કેટલીકવાર જૂની કારમાં કાટ લાગવાની સમસ્યા પણ સામે આવે છે કારણ કે કાર સતત પાણીમાં પલળતી રહેલી હોઈ શકે છે જેના કારણે તેના લોખંડના ભાગોમાં કાટ લાગી જાય છે. તેથી કારને બધી બાજુઓથી સારી રીતે જુઓ. જો તમને લાગતું હોય કે કાટ વધારે પડતો હોય તો આવી કાર ન લો.

પેપર્સ 
સામેની વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરી રહી છે કે કેમ તે જોવા માટે કારના કાગળો પણ સારી રીતે તપાસો. જો તમે આ કામ જાતે ન કરી શકો તો તમે સંબંધિત RTOમાં જઈને પેપર્સ પણ ચેક કરાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Second Hand car car કાર જુનામાં કાર second hand car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ