When are KL Rahul and Athiya Shetty going to get married? Date leaked, cricketer seeks leave from BCCI
ચર્ચાઓ /
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી ક્યારે કરવાના છે લગ્ન? ડેટ થઈ લીક, ક્રિકેટરે BCCIની માગી રજા
Team VTV09:53 PM, 01 Dec 22
| Updated: 09:55 PM, 01 Dec 22
કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્નની તારીખને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્રિકેટરે રજા લઈ લીધી છે.
ક્રિકેટર કે-એલ રાહુલનાં લગ્નની તારીખોને લઈને ચર્ચા શરૂ
કે-એલ રાહુલે રજા માંગી છે જેને BCCI એ મંજૂરી પણ આપી દીધી છે
રાહુલ આવતા મહિનાના પહેલા સપ્તાહમાં કરી શકે છે લગ્ન
સુનીલ શેટ્ટીની લાડલી અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. હવે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે હજુ સુધી બંનેના પરિવાર તરફથી આ અંગે કોઈ તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંનેના લગ્નની તારીખ લીક થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલે લગ્ન માટે થોડા દિવસની રજા માંગી છે, જેને બીસીસીઆઈએ પણ મંજૂરી આપી દીધી છે.
કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્ન ક્યારે થશે?
દરેક વ્યક્તિ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પ્રેમ વિશે વાત કરી રહી છે અને તેમના માતા-પિતા પણ સંમત છે. ભૂતકાળમાં, સુનીલ શેટ્ટીએ પોતે કહ્યું હતું કે તેણે લગ્નની તારીખનો નિર્ણય બાળકો પર છોડી દીધો છે. બીજી તરફ હાલમાં જ સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પર નજર કરીએ તો બંનેના લગ્નની તારીખ સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ આ વાત કેટલી સાચી છે તેની પુષ્ટિ થઈ શકી નથી. રાહુલ આવતા મહિનાના પહેલા સપ્તાહમાં આથિયા સાથે લગ્ન કરી શકે છે.
જલ્દી થઈ શકે છે લગ્ન
જણાવી દઈએ કે થોડા સમય પહેલા સુનીલ શેટ્ટી પણ આ અંગે સંકેત આપી ચૂક્યા છે. તેમના એક ઈન્ટરવ્યુમાં તેમણે દીકરીના લગ્નની તારીખના સવાલ પર કહ્યું હતું કે 'આશા છે કે તે જલ્દી થઈ જશે'. આ લગ્ન ક્યારે અને ક્યાં થશે તે બધાને ખબર હશે. સુનિલે કહ્યું હતું કે આથિયા અને રાહુલના વ્યસ્ત શિડ્યુલને કારણે લગ્નની તારીખ નક્કી થઈ શકી નથી. આવી સ્થિતિમાં હવે જ્યારે રાહુલે રજા લીધી છે ત્યારે તેના જલ્દી લગ્ન કરવાના અહેવાલો છે.