WhatsApp's biggest drawback! Anyone can search your profile photo from Google
ના હોય /
આખી દુનિયામાં Whatsapp પ્રાઈવસીનો વિરોધ થઈ રહ્યો છે ત્યાં ગૂગલ પર એવું દેખાયું કે પોલ ખૂલી ગઈ
Team VTV11:29 AM, 11 Jan 21
| Updated: 11:35 AM, 11 Jan 21
વૉટ્સઍપ આજકાલ લોકોના જીવનનો ભાગ બની ગયો છે. મહત્વની જરૂરીઆતોમાંની એક જરૂરિયાત વૉટ્સઍપ બની ગયુ છે. વિચારો કે વૉટ્સઍપ ગ્રુપ પર તમે તમારી ઑફીસ ગ્રુપમાં કોઇ જરૂરી ડિટેઇલ શૅર કરો છો અને અચાનક તે ગ્રુપમાં કોઇ અજાણ્યુ વ્યક્તિ એડ થઇ જાય છે તો તે શખ્સને ગ્રુપમાં આવતી દરેક જાણકારીની જાણ થઇ જતી હોય છે બાદમાં તમારા ગ્રુપનું નામ અને પ્રોફાઇલ ફોટોનું એક્સેસ તેને મળી જાય છે. પ્રાઇવેટ જાણકારીઓ ગૂગલને મળી જાય છે.
WhatsAppની પોલ ખુલી ગઇ
લોકો ગૂગલ પર કરે છે સર્ચ
રાજશેખર રાજાહરિયાએ આપ્યુ નિવેદન
ઇન્ટરનેટ સિક્યોરીટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ કહ્યું કે, જે વૉટ્સઍપ ગ્રુપ જોઇન કરવા માટે કોઇ લિંકનો ઉપયોગ કરે છે તો તેમને ફરીથી ઓનલાઇન થવાનો ખતરો છે. આવુ કરવાથી યુઝરના પ્રાઇવેટ ચૅટમાં પણ કોઇ ઘૂસે તેવો ખતરો રહે છે.
વૉટ્સએપ ગ્રુપ માટે ઇન્ડેક્સને અનેબલ કર્યા પછી, આ લિંક્સ શોધી શકાય છે અને વેબ પરના પ્રાઇવેટ ગ્રુપને જોઇન કરી શકાય છે. આમાં સર્ચ કરનારને બીજાનો પ્રોફાઇલ ફોટો અને ફોન નંબર મેળવવાની મંજૂરી આપે છે. ગૂગલ સર્ચમાં 1500 ગ્રુપ ઇનવાઇટ લિંક છે.
પોતાને હાઇડ કરી શકે છે
ગ્રુપના મેમ્બર અજાણ્યા વ્યક્તિને જોઇ ન શકે તે માટે તે વ્યક્તિ પોતાની જાતને હાઇડ પણ કરી શકે છે. આમાં સૌથી મોટી ખામી તે છે કે તે વ્યક્તિને ગ્રુપમાંથી કાઢી પણ નાંખીયે તેમ છતાં લિસ્ટમાં તેના ફોન નંબર સાથે તેની બ્રિફ એન્ટ્રી રહે છે.
આ જ પ્રકારની ખામીને 2019માં એક સિક્યોરીટી રિસર્ચે સ્પોટ કર્યુ હતુ. જે બાદ ફેસબૂકને રિપોર્ટ કરવામાં આવ્યું હતું. તે સમયે આ ક્વેરી સોલ્વ કરી લીધી હતી. લોકોની પ્રોફાઇલ ના યુઆરએલને ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યાં હતા.
જેના કારણે અજાણી વ્યક્તિ ઇન્ડેક્સ કરેલી પ્રોફાઇલ, જેમાં યુઝરના ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો એક્સેસ કરવાની અનુમતી આપે છે, વૉટ્સઍપની આ ખામી પહેલા પણ સામે આવી છે જે વિશે 2020માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.