Monday, July 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

... તો શું ભારતમાં બંધ થઇ જશે Whatsapp ?

... તો શું ભારતમાં બંધ થઇ જશે Whatsapp ?
ભારતમાં બિઝનેસ કરી રહેલી સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઇ જાય છે તો એનાથી વોટ્સએપના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં જોખમ આવી જશે. કંપનીના એક ઉચ્ચ કાર્યકારીએ આ જાણકારી આપી છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે દુનિયાનું સૌથી મોટું બજાર છે. કંપનીના દુનિયા ભરમાં કુલ 1.5 અરબ યૂઝર્સ છે. 

ફેસબુકના સામિત્વ વાળા વોટ્સએપ ડિફોલ્ટ રૂપથી એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનની પેશકશ કરે જેનો મતલબ એ છે કે માત્ર મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ મેસેજ વાંચી શકે છે. એટલે સુધી કે વોટ્સઅપ પણ ઇચ્છે તો મોકલેલા મેસેજને વાંચી શકતું નથી. એક મીડિયા કાર્યશાળાની અંદર વોટ્સએપ કોમ્યુનિકેશન પ્રમુખ કાલ વૂગે મીડિયાને જણાવ્યું કે આ ફીચર વગર વોટ્સએપ બિલકુલ નવું ઉત્પાદન બની જશે. 

અમેરિકામાં બરાક ઓબામાના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં વૂગ એમના પ્રવક્તાના રૂપમાં સેવા આપી ચુક્યા છે. એમને કહ્યું કે પ્રસ્તાવિત ફેરફાર જે લાગૂ થવા જઇ રહ્યો છે એ મજબૂત ગોપનીયતા સુરક્ષાના અનુરૂપ નથી. જેને દુનિયા ભરના લોકો ઇચ્છે છે. 

એમને કહ્યું 'અમે એનડ ટૂ એન્ડ એનક્રિપ્શન પૂરી પાડીએ છીએ પરંતુ નવા નિયમો હેઠળ અમારા ઉત્પાદનને ફરીથી બનાવવાની જરૂર પડશે.' એમને આગળ કહ્યું કે આવી સ્થિતિમાં મેસેજિંગ સેવા પોતાના હાલના સ્વરૂપમાં મોજૂદ રહેશે નહીં.

વૂગએ નવા નિયમ લાગૂ થયા બાદ ભારતીય બજારથી બહાર નિકળી જવાની સંભાવના નકારી ના દેતા એમને કહ્યું કે એની પર અનુમાન લગાવવાતી કોઇ મદદ મળશે નહીં કે આગળ શું થશે? આ મુદ્દા પર ભારતમાં ચર્ચા કરવા માટે એક પ્રક્રિયા પહેલાથી જ છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ