બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / whatsapp will not work on these iphone models from october 24

ટેકનોલોજી / હવે આ ફોનમાં કામ નહીં કરે WhatsApp: દિવાળી પહેલા યુઝર્સને આપ્યો ઝટકો, જુઓ લિસ્ટ

Premal

Last Updated: 12:57 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ દિવાળીના તહેવાર પર ઘણા યુઝર્સને ઝટકો આપશે. વોટ્સએપ 24 ઓક્ટોબર બાદ ઘણા સ્માર્ટ ફોન પર કામ નહીં કરે. એવામાં આ યુઝર્સને ઘણી પરેશાની થવાની છે. વોટ્સએપનો સપોર્ટ ઘણા iPhone માટે દિવાળી બાદ બંધ થવાનો છે.

  • વોટ્સએપ દિવાળીના તહેવાર પર ઘણા યુઝર્સને ઝટકો આપશે
  • 24 ઓક્ટોબર બાદ ઘણા સ્માર્ટ ફોન પર કામ નહીં કરે
  • એવામાં કેટલાંક યુઝર્સને થશે પરેશાની 

વોટ્સએપ અમુક જૂના આઈફોન માટે બંધ થઇ રહ્યું છે  

એટલેકે યુઝર્સ પોતાના ફોન પર વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. આ કયા યુઝર્સ માટે બંધ થશે અને તમારે શું તેનાથી પરેશાન થવાની જરૂર છે. તેની સમગ્ર પ્રક્રિયા અહીં જણાવી રહ્યાં છે. રિપોર્ટ મુજબ, વોટ્સએપ અમુક જૂના આઈફોન માટે બંધ થઇ રહ્યું છે. એટલેકે બધાએ તેનાથી પરેશાન થવાની જરૂર નથી. જો તમારો આઈફોન જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યો છે તો તમે તેને અપડેટ કરીને વોટ્સએપનો સતત ઉપયોગ ચાલુ રાખી શકો છો. કંપની આવા iPhones માટે સપોર્ટ ખત્મ કરી રહી છે, જે iOS 10 અથવા iOS 11 પર કામ કરે છે. 

લેટેસ્ટ iOS 16 અથવા iOS 15માં અપડેટ કરવુ પડશે

એટલેકે એપના સતત ઉપયોગ માટે તમારે લેટેસ્ટ iOS 16 અથવા iOS 15માં અપડેટ કરવુ પડશે. માત્ર iPhone 5C અને iPhone 5 યુઝર નવા આઈઓએસ વર્ઝન પર અપડેટ કરી શકતા નથી. જેના કારણે ઘણા આઈફોન પર વોટ્સએપ કામ નહીં કરે. જેનો અર્થ તમે હજી પણ વોટ્સએપને જૂના આઈફોન જેવા iPhone 5S, iPhone 6 અને iPhone 6S પર ઉપયોગ કરી શકો છો. જેના માટે તમારે માત્ર પોતાના ફોનનુ iOS વર્ઝન અપડેટ કરવુ પડશે. તેથી તમે સેટીંગ જનરલ સેટીંગમાં જઇને અપડેટ ચેક કરી શકો છો.
 

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp iPhone 5S iPhone 6 iPhone Models WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ