બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / VTV વિશેષ / વડોદરા / WhatsApp warning over hack that hijacks your whatsapp account

ચેતવણી / એક ભૂલ પડી ભારે : વડોદરામાં 9 યુવતીઓના Whatsapp હૅક થતાં ખળભળાટ, પ્રિન્સિપલ પણ ઝપેટમાં

Hiren

Last Updated: 10:48 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વોટ્સએપ વાપરતા હોવ તો તમારા માટે ખૂબ મહત્વના સમાચાર છે. સૌથી સુરક્ષિત સોશીયલ મીડીયાનુ પ્લેટફોર્મ માનવામાં આવતુ વોટસએપ પણ હવે સુરક્ષિત નથી રહ્યું. કારણ કે તમારા વોટ્સએપ નંબર પર હેકર્સની નજર છે.

જાણો કેમ વોટ્સએપ નથી રહ્યું સુરક્ષિત?

વડોદરામાં વોટ્સએપ હેક થયાની અનેક બુમો સંભળાઈ રહી છે તેવામાં એક યુવતીએ તેનું વોટ્સએપ નંબર કોઈ વ્યક્તિએ હેક કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી છે. જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તેવી જ રીતે વડોદરાની જય અંબે સ્કુલમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હેમંત દયાલવાલનું પણ વોટસએપ હેક થયું. જેમને પોલીસ ફરિયાદ નથી નોંધાવી પણ પોતાના સાથે થયેલી ઘટનાનુ વર્ણન કર્યુ. જેમાં પ્રિન્સીપાલ હેમંતના નંબરથી તેમના જ સાથે કામ કરતા મહિલા શિક્ષકને મેસેજ થયો જે અંગે મહિલા શિક્ષકે પ્રિન્સીપાલને પુછતા તેમને મેસેજ ન કર્યાનુ જણાવ્યું. ત્યારબાદ પ્રિન્સીપાલને વોટ્સએપ હેક થયાની માહિતી મળી જેથી તેમને ફોન બંધ કરી દીધો. હવે તેઓ વોટસએપ ડરી ડરી વાપરી રહ્યા છે.

યુવતીએ મિત્રને કોડ આપ્યો અને વોટ્સએપ થયું હેકઃ DCP

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ કહ્યુ કે 'તેમને એક યુવતીની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં મળી છે. જેમાં તેને કોઈ મિત્રને વોટ્સએપનો કોડ આપ્યો હતો જ્યાર બાદ તે વ્યક્તિએ યુવતીનો વોટ્સએપ નંબર વાપરવાનુ શરૂ કર્યુ. આ ઉપરાંત લોકોએ મૌખિક ફરિયાદ કરી છે કે તેમનું વોટ્સએપ કોઈ અન્ય વ્યક્તિ વાપરતુ હોય અથવા તો અન્ય વ્યક્તિ તમામ સંદેશા વાચતો હોય તેવી ફરિયાદ પણ મળી છે જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે વોટસએપ કંપનીને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે.

અમેરિકાની વેબસાઇટ 2800 રૂપિયામાં કરી આપે છે વોટ્સએપ હેકઃ સાયબર એક્સપર્ટ

વોટ્સએપ હેક થવાના મામલે સાયબર એક્સપર્ટે કહ્યું કે વોટ્સએપ હેક થવાની ઘટના હમણાં સામે આવી રહી છે. જેમાં એક સીએએ તેમનુ વોટ્સએપ હેક થયાની જાણકારી આપી, તો એક યુવતીનું પણ વોટસએપ હેક કરી તેના ફોટા, મેસેજ અને મહત્વના ખાનગી ડેટા ચોરી થઈ ગયા. સાયબર એકસપર્ટે કહ્યું કે વોટ્સએપ હેક અમેરિકાની અમુક વેબસાઈટ પરથી માત્ર 40 ડોલર એટલે કે 2800 રૂપિયામાં કરી આપવામાં આવી રહ્યા છે.

વોટસએપ હેક કેવી રીતે થાય છે, કયા કયા ડેટા ચોરાય છે?

  • વોટ્સએપ ટ્રેકર ORG વેબસાઈટ પર વોટસ એપ નંબર નાખી હેકર્સ હેક કરે છે. જેમાં હેકર્સ 40 ડોલર એટલે કે 2800 રૂપિયામાં વોટસએપ હેક કરી આપે છે. જેમાં પણ બે અકાઉન્ટ હેક કરાવવા હોય તો 20 ટકા ડિસ્કાઉન્ટ અને ત્રણ એકાઉન્ટ હેક કરાવવા હોય તો 30 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
  • વોટ્સએપ હેક માત્ર 15 જ મિનીટમાં થઈ જાય જેમાં 1 મહિના સુધી જેને વોટ્સએપ હેક કરાવ્યુ હોય તેને વોટ્સએપની સંપૂર્ણ માહિતી મળતી રહે છે.
  • સાયબર એકસપર્ટ પ્રમાણે અમેરિકાના નોર્થ બર્જન સિટીમાંથી વોટસએપ હેક થઈ રહ્યા છે.
  • વોટ્સએપ હેક થતાં જ તમારા તમામ ખાનગી અને પ્રોફેશનલ સંદેશા, ફોટો, વિડીયો, ડોકયુનેન્ટસ અન્ય વ્યક્તિ પાસે પહોચે છે જે ચિંતાજનક બાબત છે.

વોટ્સએપ હેક થતા બચાવવા માટે

  • વોટ્સએપ નંબરનો કોડ કોઈને ન આપવો.
  • વોટ્સએપ નંબર પર ઈ-મેઈલ આઈડી પોતાનો ન નાંખવો.
  • વોટ્સએપમાં જઈ Two-Step વેરિફિકેશન ઓન કરવુ.
  • Chat Backup Never કરવું.
  • કોઈ પણ અજાણી લિંક ઓપન કરવાનું ટાળો.

મહત્વની વાત છે કે વોટ્સએપ કરોડોની સંખ્યામાં ભારતમાં લોકો વાપરે છે અને દુનિયામાં તેની સંખ્યા અબજોમાં પહોચી જાય છે. ત્યારે વડોદરા પોલીસે ગંભીરતાથી વોટ્સએપ હેકની તપાસ શરૂ કરી દીધી છે. જો તપાસમાં વોટ્સએપ હેકની વાત સાચી સાબીત થશે તો સમગ્ર દુનિયાની તમામ સાયબર એજન્સી માટે એક મોટો પડકાર સાબીત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ